ખોરાકસંગ્રહ માટે પ્રકાંડનાં રૂપાંતરો વર્ણવો.
$\Rightarrow$ $(A)$ ખોરાકસંગ્રહ માટે પ્રકાંડનાં રૂપાંતર :
$(i)$ ગાંઠામૂળી (Rhizome) : આદું (Ginger), હળદર (Turmeric), જમીનકંદ અને અળવી (Colocasia) એ ભૂમિગત પ્રકાંડ છે. તે ખોરાકનો સંગ્રહ કરી અનિયમિત આકારની ગાંઠ જેવું બને છે. તે ગાંઠો, આંતરગાંઠો, શલ્ટિપણે અને અસ્થાનિક મૂળ ધરાવે છે.
$(ii)$ ગ્રંથિલ (Tuber) : બટાટા (Potato)માં ભૂમિગત પ્રકાંડ ઉપર આવેલા શલ્કિપર્ણોની કક્ષામાંથી ઉદ્ભવતી શાખાઓના ટોચના ભાગે ખોરાકનો સંગ્રહ કરી ગોળ કે અંડાકાર રચના કરે છે, તેને ગ્રંથિલ કહે છે. બટાટાની સપાટી પર ખાડાઓ હોય છે જેમને આંખ કહે છે, તેમાં કલિકા હોય છે, જે વાનસ્પતિક પ્રજનનનું કાર્ય કરે છે,
$(iii)$ વજકંદ (Corm) સૂરણ : સૂરણ (Amorphophalus)એ ગાંઠામૂળીનું સંઘનિત સ્વરૂપ છે.
હળદરમાં પ્રકાંડ ........છે.
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ રક્ષણ | $I$ ફાફડાથોર |
$Q$ ખોરાકસંગ્રહ | $II$ જમીનકંદ |
$R$ પ્રકાશસંશ્લેષણ | $III$ લીંબુ |
$S$ આધાર અને આરોહણ | $IV$ દ્રાક્ષ |
નીચે આપેલી કઈ વનસ્પતિમાં પ્રકાંડ, ખોરાક સંગ્રહ અને વૃદ્ધિ માટે પ્રતિકૂળ સંજોગોમાં ખોરાકના અનામત જથ્થાનાં સંગ્રહનું કાર્ય કરે છે.
આદુ એ .......છે.
ખાદ્ય, ભૂમિગત પ્રકાંડનું ઉદાહરણ