જો એક સળિયાના તાપમાનમાં એવી રીતે વધારો કરવામાં આવે કે જેથી સળિયાનું રેખીય પ્રસરણ ન થાય, તો સળિયામાં ઉદ્ભવતું પ્રતિબળ ....... પર આધારિત નથી.
સળિયાના દ્રવ્ય
તાપમાનના વધારા
સળિયાની લંબાઈ
આમાંથી એક પણ નહિ.
બે સમાન દ્રવ્યમાથી બનાવેલા તાર જેના વ્યાસનો ગુણોત્તર $n:1$ છે બંને તારની લંબાઈ $4\,m$ છે બંને પર સમાન બળ લગાવવામાં આવે તો પાતળા તારની લંબાઈમાં થતો વધારો કેટલો હોય $?$
સમાન દ્રવ્યના બનેલા ચાર તારોમાં સમાન બળ લગાડતાં લંબાઇમાં થતો વધારો મહત્તમ કયાં તારમાં હશે?
$L$ લંબાઈ અને $r$ ત્રિજ્યાના તારને એક છેડેથી જડિત કરેલો છે. જ્યારે તારના બીજા છેડાને $f$ બળથી ખેંચવામાં આવે ત્યારે તેની લંબાઈ $l$ જેટલી વધે છે. સમાન દ્રવ્યનો $2L$ લંબાઈ અને $2r$ ત્રિજ્યાના બીજા તારને $2 f$ બળથી ખેંચવામાં આવે છે. હવે તેની લંબાઈમાં થતો વધારો ........... હશે.
એક લટકવેલા તાર પર ${10^3}$ newton બળ લગાવતા તેની લંબાઈમાં $1\, mm$ નો વધારો થાય. તેવા બીજા સમાન તાર જેની લંબાઈ સમાન પરંતુ વ્યાસ $4$ ગણો હોય તે તારની લંબાઈમાં $1\, mm$ નો વધારો કરવા કેટલું બળ લગાવવું પડે ?
$20 \times {10^8}N/{m^2}$ નું પ્રતિબળ લગાવતા સંપૂર્ણ સ્થિતિસ્થાપક તારની લંબાઈ બમણી થઈજતી હોય તો યંગ મોડ્યુલસનું મૂલ્ય કેટલું હશે?