બે સમાન ક્ષેત્રફળ વાળી પ્લેટને એકબીજાના સંપર્કમાં રાખેલી છે. તેમની જાડાઈ $2.0 \,\,cm$ અને $5.0 \,\,cm$ છે. પહેલી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $-20°C$ અને બીજી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $20°C$ છે. જ્યારે સમાન પદાર્થની પ્લેટ હોય તો સંપર્કમાં રહેલી સપાટીનું તાપમાન ......... $^oC$ શોધો.

  • A

    $0$

  • B

    $-8.6$

  • C

    $20$

  • D

    $25$

Similar Questions

પદાર્થ કે જેની લંબાઈ $1\; m$ છે અને તેનું ક્ષેત્રફળ $0.75\; m ^2$ છે. તેનો ઉષ્મા વહનનો દર $6000 \;J / s$ જેટલો છે. બે સળિયાના તાપમાનનો તફાવત શોધો જો $K=200 \;J m ^{-1} K ^{-1}$ હોય તો 

સમાન લંબાઇ અને સમાન આડછેદ ધરાવતા બે બ્લોક $A$ અને $B$ ને એકબીજાના સંપર્કમાં મૂકેલા છે. $ A$ ના છેડાને $100^°C$ અને $B$ ના છેડાને $0^°C $ રાખવામાં આવે છે.બંનેની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $1:3$ હોય,તો સંપર્ક સપાટીનું તાપમાન ....... $^oC$

સમાન તાપમાન તફાવતે રાખેલા સમાન દ્રવ્યના નીચેનામાંથી કયાં સળિયામાં વધારે ઉષ્માનું વહન થશે?

પાત્રમાં પ્રવાહી ભરીને તેને $20°C$ તાપમાને ઓરડામાં મૂકેલ છે. જ્યારે પ્રવાહીનું તાપમાન $80°C$ હોય, ત્યારે તે $60 \,\,cal/sec$ ના દરથી ઉષ્માનો વ્યય કરે છે. જ્યારે પ્રવાહીનું તાપમાન $40°C$ હોય ત્યારે ઉષ્માના વ્યયનો દર ...... $cal/sec$ શોધો.

એક કોપર અને બીજા સ્ટીલના સમાન લંબાઈ અને સમાન આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા બે સળિયાને સાથે જોડેલા છે. કોપર અને સ્ટીલની ઉષ્મા વાહકતા અનુક્રમે $385\,J\,s ^{-1}\,K ^{-1}\,m ^{-1}$ અને $50\,J\,s ^{-1}\,K ^{-1}\,m ^{-1}$ છે. કોપર અને સ્ટીલના મુક્ત છેડા અનુક્રમે $100^{\circ}\,C$ અને $0^{\circ}\,C$ પર રાખવામાં આવે છે. જંકશન પરનું તાપમાન લગભગ $......^{\circ}\,C$ હશે.

  • [NEET 2022]