બે પદાર્થની તેમની ભ્રમણ અક્ષ પર જડત્વની ચાકમાત્રા અનુક્રમે $1$ અને $21$ છે. તેમની ચાકગતિ ઊર્જા સમાન હોય તો તેમના કોણીય વેગમાનનો ગુણોત્તર શું થશે?
$1:2$
$\sqrt 2 :1$
$1:\sqrt 2 $
$2:1$
$M$ દળ અને $L $ લંબાઈના પાતળા સળિયાને મધ્યબિંદુ $A$ થી વાળતા તે $60^°C$ નો ખૂણો બનાવે છે. મધ્યબિંદુ $A $ માંથી પસાર થતી અને સળિયાના સમતલને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?
બે તકતીની જાડાઈ સમાન છે તેમની ત્રિજ્યા $R_1$ અને $R_2$ તેમજ ઘનતા $d_1$ અને $d_2$ છે. બીજી જડત્વની ચાકમાત્રા પહેલાથી વધારે છે જો....
ભ્રમણ કરતા પૈડાનું તત્કાલીન કોણીય સ્થાન $\theta (t) = 2t^3 - 6t^2$ સૂત્રથી અપાય છે. આ પૈડા પરનો ટૉર્ક કયા સમયે શૂન્ય થશે ? $t$ $=$ ...... $\sec$
કણ કોણીય વેગમાન $ L $ થી નિયમિત વર્તૂળાકાર ગતિ કરે છે. જો કણની ગતિની આવૃતિ બમણી કરવામાં આવે અને ગતિ ઊર્જા અડધી કરવામાં આવે તો તેના કોણીય વેગમાનનું મૂલ્ય શોધો.
આકૃતિમાં નિયમિત ચોરસ પ્લેટ દર્શાવેલી છે. જેના ખૂણા પરથી ચાર સમાન ચોરસ દૂર કરવામાં આવ્યા છે. ચોરસ $ 1$ અને $ 3$ ને દૂર કરતાં $ C.M.$ ક્યાંં મળશે ?