કણ કોણીય વેગમાન $ L $ થી નિયમિત વર્તૂળાકાર ગતિ કરે છે. જો કણની ગતિની આવૃતિ બમણી કરવામાં આવે અને ગતિ ઊર્જા અડધી કરવામાં આવે તો તેના કોણીય વેગમાનનું મૂલ્ય શોધો.

  • A

    $\frac{L}{4}$

  • B

    $\frac{L}{2}$

  • C

    $L$

  • D

    $\frac{L}{6}$

Similar Questions

એક પદાર્થ લીસા ઢોળાવ પર નીચે સરકે છે અને $v$ વેગ સાથે તળિયે પહોંચે છે. જો દળ એ રીંગના સ્વરૂપમાં હોય અને એ જ ઊંચાઈના અને એ જ ઢોળાવના ખૂણાવાળા એક ઢોળાવયુક્ત સમતલ પરથી નીચે ગબડે તો તેનો ઢોળાવયુક્ત સમતલના તળિયે વેગ શું હશે ?

$m$ દળ અને $a$ લંબાઇની નિયમિત ચોરસ તકતી વિચારો. આ તકતીના કોઇ એક શિરોબિંદુમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?

આકૃતિમાં નિયમિત ચોરસ પ્લેટ દર્શાવેલી છે. જેના ખૂણા પરથી ચાર સમાન ચોરસ દૂર કરવામાં આવ્યા છે. ચોરસ $ 1$ અને $ 3$ ને દૂર કરતાં $ C.M.$ ક્યાંં મળશે ?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $ T $ આકારનો પદાર્થ લીસી સપાટી પર છે. હવે બિંદુ $ P $ પર,$ AB $ ને સમાંતર દિશામાં બળ $\mathop F\limits^ \to $ એવી રીતે લગાવવામાં આવે છે, જેથી પદાર્થ ચાકગતિ કર્યા વિના ફક્ત રેખીય ગતિ કરે, તો બિંદુ $ C$ ની સાપેક્ષે બિંદુ $P$ નું સ્થાન શોધો.

સમાન ઘનતા ધરાવતી એક ચોરસ પ્લેટ અને વર્તૂળાકાર તકતીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. આ સંયુક્ત તંત્રનું દ્રવ્યમાન-કેન્દ્ર ......... હશે.