બે સમાન ગોળાઓનો વિદ્યુતભાર $+q$ અને $-q$ છે અને તેઓને અમુક અંતરે મૂકેલા છે. તેમના વચ્ચે $F$ બળ લાગે છે. જો બે ગોળાની વચ્ચે $+q$ વિદ્યુતભાર વાળો સમાન ગોળો મૂકવામાં આવે તો તે બળ અનુભવે છે અને જેનું મૂલ્ય અને દિશા ...... છે.

  • A

    શૂન્ય દિશા રહિત

  • B

    $8F\, + q$ વિદ્યુતભારની દિશામાં

  • C

    $8F\, - q$ વિદ્યુતભારની દિશામાં

  • D

    $4F\, + q$ વિદ્યુતભારની દિશામાં

Similar Questions

બે વિદ્યુતભારોને કોઈ માધ્યમમાં રાખેલાં હોય, તો તેમની વચ્ચે લાગતાં કુલંબ બળનું સૂત્ર લખો.

કાટકોણ ત્રિકોણ $ABC$ માં $AB = 3\ cm, BC = 4\ cm$, $\angle ABC = \frac{\pi }{2}$. વિદ્યુતભાર $+15, +12$ અને $-20\ e.s.u.$ ને $A, B$ અને $C$ પર મુકવામાં આવે છે.તો $B$ પર લાગતુ બળ કેટલા........$ dynes$ થાય?

બે બિંદુવત વિદ્યુતભારો $q_2$ = $3 \times  10^{-6}\ C$ અને $q_1$ =$ 5 \times 10^{-6}\ C$ એ $B \,(3, 5, 1)\ m $ આગળ અને $A\, (1, 3, 2)\ m$ આવેલા છે. $q_2$ ના લીધે $q_1$ પર બળનું મૂલ્ય શોધો.

$\mathrm{R}$ ત્રિજ્યાની રિંગની લંબાઈ પર કુલ $-\mathrm{Q}$ વિધુતભાર નિયમિત રીતે વિતરીત થયેલો છે. એક નાના $\mathrm{m}$ દળવાળા કણ પરના $+\mathrm{q}$ પરિક્ષણ વિધુતભારને રિંગના કેન્દ્ર પર મૂકેલો છે અને તેને ધીમેથી રિંગની અક્ષ પર ધક્કો મારવામાં આવે છે.

$(a)$ બતાવો કે વિધુતભારિત કણ સરળ આવર્ત દોલનો કરે છે.

$(b)$ તેનો આવર્તકાળ મેળવો.

$10\,\mu C$ વીજભારને બે ભાગમાં વિભાજીત કરીને $1\,cm$ નાં અંતરે એવી રીતે મૂકવામાં આવે છે, કે જેથી તેના પર લાગતું અપાકર્ષી બળ મહત્તમ હોય. બે ભાગના વીજભાર ......... છે.

  • [JEE MAIN 2023]