$\mathrm{R}$ ત્રિજ્યાની રિંગની લંબાઈ પર કુલ $-\mathrm{Q}$ વિધુતભાર નિયમિત રીતે વિતરીત થયેલો છે. એક નાના $\mathrm{m}$ દળવાળા કણ પરના $+\mathrm{q}$ પરિક્ષણ વિધુતભારને રિંગના કેન્દ્ર પર મૂકેલો છે અને તેને ધીમેથી રિંગની અક્ષ પર ધક્કો મારવામાં આવે છે.

$(a)$ બતાવો કે વિધુતભારિત કણ સરળ આવર્ત દોલનો કરે છે.

$(b)$ તેનો આવર્તકાળ મેળવો.

Similar Questions

બે ઈલેક્ટ્રોનને $'2d'$ અંતરે જડિત રાખવામાં આવ્યા છે. એક ત્રીજા વિદ્યુતભાર પ્રોટોન કે જે મધ્યબિંદુએ રાખી તેને $x (x < < d)$ જેટલા ખૂબ નાના અંતરે બે જડીત વિદ્યુતભારોને જોડતી રેખાને લંબ ખસેડવામાં આવે છે. પ્રોટોન ......... કોણીય આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. $(m \, =$ વિધુતભારિત કણનું દળ$)$

  • [JEE MAIN 2021]

સમાન  $m$ દળ અને સમાન વિદ્યુતભાર $q$ ને $16\, cm$ અંતરે રહેલા છે.તે બંને પર લાગતું બળ શૂન્ય હોય,તો $\frac{q}{m}  =$ ______

$M_1$ અને $M_2$ દળ ધરાવતા બે નાના ગોળાઓને $L_1$ અને $L_2$ લંબાઇની વજન રહીત અવાહક દોરી વડે લટકાવેલ છે. ગોળાઓ પરનો વિદ્યુતભાર અનુક્રમે $Q_1$ અને $Q_2$ છે. ગોળાઓ એવી રીતે લટકાવેલ છે કે જેથી તેઓ સમક્ષીતીજ એક જ રેખામાં રહે તથા દોરીઓ શીરોલંબ સાથે આકૃતીમાં દર્શાવ્યા મુજબ $\theta_1$ અને $\theta_2$ માપનો ખૂણો બનાવે તો નીચેનામાંથી કઇ શરત $\theta_1$ $=$ $\theta_2$ થવા માટે જરૂરી છે.?

આકૃતિમાં $A$ આગળના વિદ્યુતભાર પરનું બળ $BC$ ને લંબ દિશામાં ...... હશે.

એક બિંદુવત વીજભાર $q_1=4{q_0}$ ઉગમબિંદુ પર રાખેલ છે. બીજો બિંદુવત વીજભાર $q _2=- q _0,\;\; x=12\,cm$ પર રહેલ છે. પ્રોટોનનો વીજભાર $q_0$ છે પ્રોટોનને $x$ અક્ષ પર એવી રીતે રાખવામાં આવે છે કે જેથી પ્રોટોન પર સ્થિત વિદ્યુતબળ શૂન્ય છે. આ પરિસ્થિતિમાં, ઉગમબિંદુથી પ્રોટોનનું સ્થાન $............cm$ છે.

  • [JEE MAIN 2023]