લીપ વર્ષ સિવાયના વર્ષમાં $53$ રવિવાર હોવાની સંભાવના કેટલી થાય ?
$2/7$
$1/7$
$3/7$
આપેલ પૈકી એક પણ નહિં
એકમ સમયે બે પાસા ફેંકતા નીચે આપેલ સંભાવના શોધો.
$(1)$ આ સંખ્યાઓ સમાન જોવા મળે.
$(2)$ સંખ્યાઓનો તફાવત $1$ જોવા મળે.
સરખી રીતે ચીપેલાં $52$ પત્તાંની એક થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પતું ખેંચવામાં આવે છે.
પતું કાળા રંગનું ન હોય.
તો ખેંચવામાં આવેલાં પત્તાંની સંભાવના શોધો.
જો બે પાસાઓ $A$ અને $B$ ને ફેકવામા આવે તો પાસા $B$ પર મળતા અંક કરતા પાસા $A$ પર મળતો અંક મોટો આવે તેની સંભાવના મેળવો.
એક પાસો ફેંકવામાં આવે છે. નીચે આપેલ ઘટનાઓનું વર્ણન કરો : $A :$ સંખ્યા $7$ કરતાં નાની છે. $B :$ સંખ્યા $7$ કરતાં મોટી છે. $C $: સંખ્યા $3$ નો ગુણક છે. $B \cup C$ શોધો
નીચે દર્શાવેલ પ્રયોગ માટે નિદર્શાવકાશ દર્શાવો : એક પરીક્ષણમાં બે બાળકોવાળાં કુટુંબો પૈકી પ્રત્યેકમાં છોકરા-છોકરીઓની સંખ્યા નોંધવામાં આવે છે.