સચિન તેંડુલકર કોઈપણ $50$ ઓવરની એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં અયુગ્મ ક્રમાંકની ઓવર માં જ આઉટ થાય છે તેવી ધારણા કરવામાં આવે છે. તો તે મેચની નવમાં કે તેના ગુણાંક ક્રમાંકની ઓવરમાં આઉટ થાય તેની સંભાવના શોધો.
$9/25$
$3/25$
$12/25$
આમાંથી કોઈ નહિ
એક કોથળામાં એક પાસો લાલ રંગનો, એક સફેદ રંગનો અને અન્ય એક પાસો ભૂરા રંગનો રાખ્યો છે. એક પાસો યાદચ્છિક રીતે પસંદ કર્યો છે અને તેને ફેંકવામાં આવે છે પાસાનો રંગ અને તેની ઉપરની બાજુ પરની સંખ્યા નોંધવામાં આવે છે, આ પ્રયોગનો નિદર્શાવકાશ વર્ણવો.
તાસની $52$ પત્તાંની થોકડીમાંથી એક પનું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે.
પતું કાળીનો એક્કો હોય તેની સંભાવના શું છે?
બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ $A, B$ અને $C$ નીચે આપેલ છે.
$A :$ પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.
$B:$ પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.
$C :$ પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો $5$ કે $5$ થી ઓછો છે.
નીચે આપેલ ઘટનાઓ વર્ણવો : $A$ પરંતુ $B$ નહિ
ઓરડા $X$ માં $2$ છોકરા અને $2$ છોકરીઓ છે તથા ઓરડા $Y$ માં $1$ છોકરો અને $3$ છોકરીઓ છે. પહેલા ઓરડા પસંદ કરવામાં આવે છે અને પછી એક વ્યક્તિ પસંદ કરવામાં આવે છે તેવા પ્રયોગનો નિદર્શાવકાશ દર્શાવો.
$A$ અને $B$ ને એક વર્ષમાં મૃત્યુ પામવાની સંભાવના અનુક્રમે $p$ અને $q$ છે. તો તે પૈકી માત્ર એક જ વર્ષના અંત સુધી જીવીત રહેવાની સંભાવના કેટલી થાય ?