$4$ વખત સિકકો ઊછાળતા ઓછામાં ઓછા $1$ વખત કાંટો આવવાની સંભાવના કેટલી?
$\frac{{15}}{{16}}$
$\frac{1}{{16}}$
$\frac{1}{4}$
આમાંથી એકેય નહિ.
એક પાસાની બે બાજુઓમાંથી પ્રત્યેક પર સંખ્યા $“1”$ દર્શાવેલ છે, ત્રણ બાજુઓમાં પ્રત્યેક પર સંખ્યા $“2”$ દર્શાવેલ છે અને એક બાજુ પર સંખ્યા $“3”$ છે. જો આ પાસાને એકવાર ફેંકવામાં આવે તો નીચે આપેલ શોધો : $P (2)$
એક પ્રયોગમાં પાસાની એક જોડને ફેંકવામાં આવે છે અને તેમના ઉપર દેખાતી સંખ્યાઓની નોંધ કરવામાં આવે છે. નીચે આપેલ ઘટનાઓનું વર્ણન કરો :
$A :$ સંખ્યાઓનો સરવાળો $8$ કરતાં વધુ છે.
$B :$ બંને પાસાઓ ઉપર સંખ્યા $2$ દેખાય છે.
$C :$ બંને સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો $7$ છે અને $3$ નો ગુણિત છે.
આ ઘટનાઓની કઇ જોડની ઘટનાઓ પરસ્પર નિવારક છે ?
એક સિક્કાને ત્રણવાર ઉછાળવામાં આવે છે. નીચે આપેલ ઘટનાઓનો વિચાર કરો :
$A :$ ‘કોઈ છાપ મળતી નથી,
$B :$ ‘એક જ છાપ મળે છે અને
$C:$ “ઓછામાં ઓછી બે છાપ મળે છે”.
શું આ પરસ્પર નિવારક અને નિઃશેષ ઘટનાઓનો ગણ છે ?
ત્રણ સિક્કાને એક સાથે ઉછાળતા પ્રથમ છાપ દર્શાવે બીજો કાંટો દર્શાવે અને ત્રીજો છાપ દર્શાવે તેની સંભાવના શું થાય ?
બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ $A, B$ અને $C$ નીચે આપેલ છે.
$A :$ પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.
$B:$ પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.
$C :$ પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો $5$ કે $5$ થી ઓછો છે.
નીચે આપેલ ઘટનાઓ વર્ણવો :$A \cap B^{\prime} \cap C^{\prime}$