A અને B ની એક વર્ષમાં મૃત્યુ પામવાની સંભાવનાઓ અનુક્રમે p અને q છે. તો વર્ષના અંતે ફક્ત એક જીવે તેની સંભાવના કેટલી?

  • A

    $p + q$

  • B

    $p + q - 2qp$

  • C

    $p + q - pq$

  • D

    $p + q + pq$

Similar Questions

ગણ $S$ માં $7$ ઘટકો છે . ગણ $A$ એ  $S$ નો અરિક્ત ઉપગણ છે અને તો ગણ $S$ નો કોઈ એક ઘટક $x$ ને યાર્દચ્છિક રીતે પસંદગી કરવામાં આવે છે તો $x \in A$ હોય તેની સંભાવના મેળવો.

  • [JEE MAIN 2014]

રજાઓમાં વીણાએ ચાર શહેરો $A, B, C$ અને $D$ ની યાદચ્છિક ક્રમમાં યાત્રા કરી છે. શું સંભાવના છે કે એણે $A$ ની યાત્રા પહેલાં અને $B$ ની છેલ્લે યાત્રા કરી ? 

ત્રણ વ્યક્તિઓને માટે ત્રણ પત્ર લખાઈ ગયા છે અને દરેક માટે સરનામું લખેલ એક પરબીડિયાં છે. પત્રોને યાદચ્છિક રીતે પરબીડિયામાં મૂક્યા છે. પ્રત્યેક પરબીડિયામાં એક જ પત્ર છે. ઓછામાં ઓછો એક પત્ર પોતાના સાચા પરબીડિયામાં મૂકાયો છે તેની સંભાવના શોધો. 

ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. નીચે આપેલ ઘટનાની સંભાવના શોધો.

$3$ કાંટા મળે. 

એક ઘટનામાં એક સિક્કાને ઉછાળવામાં આવે છે. જો તેના પર છાપ આવે તો તે સિક્કાને ફરીથી ઉછાળવામાં આવે છે. જો પ્રથમ વખત ઉછાળવાથી તેના પર કાંટો મળે તો એક પાસો ફેંકવામાં આવે છે. આ પ્રયોગનો નિદર્શાવકાશ શોધો.