$20\,kg$ નો બ્લોક ઘર્ષણવાળી સપાટી પર સ્થિર પડેલ છે.તેને ગતિમાં લાવવા $75\, N $ નું સમક્ષિતિજ બળ જરૂર પડે છે.તે ગતિમાં આવ્યા પછી $60\, N$ નું બળ અચળ ઝડપ રાખવા માટે જરૂર પડે છે.તો સ્થિત ઘર્ષણાંક કેટલો થાય?
$0.38$
$0.44$
$0.52$
$0.6$
વિધાન: વિરામકોણ (Angle of repose) એ મર્યાદિત ઘર્ષણકોણ (limiting friction) ને બરાબર થાય.
કારણ: જ્યારે કોઈ પદાર્થ ગતિ કરવાની શરૂઆતની સ્થિતિ માં હોય ત્યારે ઘર્ષણ બળ એ મર્યાદિત ઘર્ષણ ની સ્થિતિમાં હોય.
જો ઘર્ષણાંકનું મૂલ્ય $\sqrt 3$ હોય, તો સંપર્કમાં રહેલી બે સપાટીઓ વચ્ચેનો ખૂણો કેટલો ?
સામાન્ય રીતે પર્વત પર ઊંચે ચઢવાના રસ્તાઓ સુરેખ બનાવવાના બદલે ઢળતા વળાંકવાળા બનાવવામાં આવે છે શાથી ?
બૉક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.15$ હોય, તો. ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ શોધો.
જ્યારે સાઇકલ ગતિમાં હોય ત્યારે સપાટી દ્વારા બંને પૈડાં પર લાગતું ઘર્ષણબળ કઈ રીતે કામ કરે ?