$m$ દળનો એક બોલ $2v_0$ ઝડપથી ગતિ કરતાં તેનાં જેવાં જ બીજા સ્થિર બોલ સાથે અસ્થિતિસ્થાપક સંઘાત કરે છે. $(e > 0)$ તો દર્શાવો કે .....
$(a)$ હેડ-ઓન સંઘાતમાં બંને બોલ આગળની દિશામાં ગતિ કરશે.
$(b)$ સામાન્ય સંઘાતમાં છૂટા પડતાં બંને બોલતા વેગો વચ્ચેનો ખૂણો $90^o$ કરતાં ઓછો હશે.
$(a)$ ધારો કે સંધાત બાદ બંને બોલના વેગ $v_{1}$ અને $v_{2}$ છે.
હવે વેગમાનના સંરક્ષણના નિયમ પરથી,
$m\left(2 v_{0}\right)=m v_{1}+m v_{2}$ (સ્થિર બોલ માટે $v_{0}=0$ )
હવે રેસ્ટિટ્યુશન ગુણોતર $e=\frac{v_{2}-v_{1}}{2 v_{0}}(\because$ વ્યાખ્યા પરથી $)$
$\therefore 2 e v_{0}=v_{2}-v_{1}$
$\therefore v_{2}=v_{1}+2 e v_{0}$
સમી. $(1)$ માં સમી. $(2)$નું મૂલ્ય મૂકતાં,
$2 v_{0}=v_{1}+u_{1}+2 e v_{0}$
$\therefore 2 v_{0} =2 v_{1}+2 e v_{0}$
$\therefore v_{0} =v_{1}+e v_{0}$
$\therefore v_{1} =v_{0}(1-e)$
પણ $e<1$ હોવાથી $v_{0}$ અને $v_{1}$ ધન મળે તેથી સંધાત બાદ બંને એક જ દિશામાં આગળ ગતિ કરશે.
$(b)$ સામાન્ય સંઘાત માટે નીચેની આકૃતિ વિચારો.
વેગમાનના સંરક્ષણના નિયમ પરથી,
$\vec{p}=\vec{p}_{1}+\overrightarrow{p_{2}}$
અસ્થિતિસ્થાપક સંધાતમાં થોડી ગતિઉર્જા ધટે છે તેથી
$\frac{p^{2}}{2 m}>\frac{p_{1}^{2}}{2 m}+\frac{p_{2}^{2}}{2 m}$
$\therefore p^{2}>p_{1}^{2}+p_{2}^{2}$
આમ, $\overrightarrow{p_{1}}$ અને $\overrightarrow{p_{2}}$ એ $\vec{p}$ સાથે આકૃતિ (ત્રિકોણ)માં દર્શાવ્યા મુજબ સંબંધ ધરાવે જ્યાં $\theta$ લધુકોણ બને છે.
તેથી $p^{2}=p_{1}^{2}+p_{2}^{2}+2 p_{1} p_{2} \cos \theta$ અને $\theta=90^{\circ}$ માટે $p^{2}=p_{1}^{2}+p_{2}^{2}$
એક-પરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણ બાદની ઝડપના સુત્રો મેળવો.
ગ્રહની સપાટી પર $5\;m$ ની ઊંચાઈએથી રબરનો દડો છોડવામાં આવે છે, જ્યાં ગુરુત્વાકર્ષી પ્રવેગ જ્ઞાત નથી. બાઉન્સ થયા પછી તે $1.8\;m$ સુધી ઉછળે છે. ઉછાળાવમાં દડો તેનો કેટલા અંશનો વેગ ગુમાવશે?
સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંધાત કરતાં બે સમાન દળના પદાર્થોના વેગ $15 m/s$ અને $10 m/s$ હોય તો અથડામણ પછી બંને પદાર્થના વેગ કેટલા થાય?
સંઘાતમાં કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે તે સમજાવીને સ્થિતિસ્થાપક અથડામણ અને અસ્થિતિસ્થાપક અથડામણ તથા સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ સમજાવો.
$2\, {kg}$ દળનો પદાર્થ $4\, {m} / {s}$ ના વેગથી ગતિ કરે છે. તે બીજા સ્થિર પડેલા પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત કરે છે અને પોતાની મૂળ દિશામાં શરૂઆત કરતાં ચોથા ભાગની ઝડપે ગતિ શરૂ રાખે છે. બંને પદાર્થના દ્રવ્યમાનકેન્દ્રનો વેગ $\frac{x}{10} \,{m} / {s}$હોય, તો $x$ નું મૂલ્ય કેટલું હશે?