એક-પરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણ બાદની ઝડપના સુત્રો મેળવો.
આકૃતિમાં $X-$દિશામાં સુરેખગતિ કરતાં બે ગોળાઓના દળ $m_{1}$ અને $m_{2}$ છે. $m_{1}$ દળના ગોળાનો પ્રારંભિક વેગ $v_{1 i}$ અને $m_{2}$ દળવાળા ગોળાનો પ્રારંભિક વેગ $v_{2 i}$છે તથા $v_{1 i}>v_{2 i}$ છે.
અથડામણ બાદ તેમના અનુક્રમે વેગ $v_{1 f}$ અને $v_{2 f}$ છે. અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય છે.
$\therefore m_{1} v_{1 i}+m_{2} v_{2 i}=m_{1} v_{1 f}+m_{2} v_{2 f}$
$\therefore m_{1}\left(v_{1 i}-v_{1 f}\right)=m_{2}\left(v_{2 f}-v_{2 i}\right)$
સ્થિતિસ્થાપક અથડામણ હોવાથી ગતિઊર્જાનું પણ સંરક્ષણ થાય છે.
$\therefore \frac{1}{2} m_{1} v_{1 i}^{2}+\frac{1}{2} m_{2} v_{2 i}^{2}=\frac{1}{2} m_{1} v_{1 f}^{2}+\frac{1}{2} m_{2} v_{2 f}^{2}$
$\therefore m_{1} v_{1 i}^{2}+m_{2} v_{2 i}^{2}=m_{1} v_{1 f}^{2}+m_{2} v_{2 f}^{2}$
$\therefore m_{1}\left(v_{1 i}-v_{1 f}\right)\left(v_{1 i}+v_{1 f}\right)=m_{2}\left(v_{2 f}-v_{2 i}\right)\left(v_{2 f}+v_{2 i}\right)$
સમી.$(2)$ પરથી,
$v_{1 i}+v_{1 f}=v_{2 f}+v_{2 i}$
$\therefore \quad v_{1 f}=v_{2 f}+v_{2 i}-v_{1 i}$
સમીકરણ $(1)$ પરથી,
$m_{1} v_{1 i}+m_{2} v_{2 i}=m_{1}\left(v_{2 f}+v_{2 i}-v_{1 i}\right)+m_{2} v_{2 f}$
$\therefore \quad m_{1} v_{1 i}+m_{2} v_{2 i}=m_{1} v_{2 f}+m_{1} v_{2 i}-m_{1} v_{1 i}+m_{2} v_{2 f}$
$\therefore \quad 2 m_{1} v_{1 i}=m_{1} v_{2 i}-m_{2} v_{2 i}+m_{1} v_{2 f}+m_{2} v_{2 f}$
$\therefore \quad 2 m_{1} v_{1 i}=\left(m_{1}-m_{2}\right) v_{2 i}+\left(m_{1}+m_{2}\right) v_{2 f}$
જો $m_{2}$ દળવાળા ગોળાનો પ્રારંભિક વેગ $v_{2 i}=0$ હોય, તો $2 m_{1} v_{1 i}=\left(m_{1}+m_{2}\right) v_{2 f}$
$E_k$ ગતિઊર્જા ધરાવતો પૂર્ણ રીતે સખત બિલીયર્ડનો બોલ તેના જેવાં જ બીજા સ્થિર બોલ સાથે સંઘાત (અથડાય) પામે છે. સંઘાત પછી પ્રથમ બોલની ગતિઉર્જા $E'_k$ બને છે. તો, ત્યારે.....
વાયુપાત્રમાં એક અણુ સમક્ષિતિજ દીવાલને $200 \;m s ^{-1}$ ઝડપથી, લંબ સાથે $30^{\circ}$ ખૂણે અથડાય છે અને તે જ ઝડપથી પાછો ફેંકાય છે. આ અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય છે ? અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક ?
$m$ દળનો એક ગતિમાન કણ બીજા કોઈ $2m$ દળના સ્થિર કણ સાથે હેડોન સંઘાત અનુભવે છે. તો સંઘાતમાં અથડામણ પામતા કણોમાં કેટલા .............. $\%$ પ્રતિશત ઉર્જા નો ક્ષય થયો હશે?
$m_1 $ દળનો પદાર્થ $m_2$ દળના સ્થિર પદાર્થ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંધાત કરે છે.જો ${m_1}$ દળનો વેગ $ 1.5$ માં ભાગનો થાય,તો $\frac{{{m_1}}}{{{m_2}}}$
$10\, {g}$ ની ગોળી $v$ વેગથી ગતિ કરીને સ્થિર લોલક સાથે હેડ ઓન અથડાય છે અને $100 \, {m} / {s}$ ના વેગથી પાછળ ફરે છે. લોલકની લંબાઈ $0.5\, {m}$ અને લોલકનું દળ $1\, {kg}$ છે.લોલક એક સંપૂર્ણ વર્તુળ ફરે તેના માટે લઘુતમ વેગ $v$ (${m} / {s}$ માં) કેટલો હોવો જોઈએ? (ધારો કે દોરીની વધતી નથી અને ${g}=10\, {m} / {s}^{2}$)