$50\, kg$ નો બ્લોક રફ સપાટી પર પડેલ છે.બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.6$ છે.શિરોલંબ સાથે $30^°$ ખૂણે ...... $N$ લઘુત્તમ બળ લગાવવું જોઈએ કે જેથી બ્લોક માત્ર ગતિ કરવાનું શરૂ કરે.

  • A

    $29.43$

  • B

    $219.6$

  • C

    $21.96$

  • D

    $294.3$

Similar Questions

$5\, kg$ ના બ્લોક ને, $(i)$ કિસ્સા $(A)$ મુજબ ધકેલવામાં અને $(ii)$ કિસ્સા $(B)$ મુજબ ખેચવામાં આવે છે,જ્યાં બળ $F = 20\, N$,સમક્ષિતિજ સાથે $30^o$ ના ખૂણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપવામાં આવે છે. બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $\mu = 0.2$ છે. કિસ્સા $(B)$ અને કિસ્સા $(A)$ ના પ્રવેગનો તફાવત ........ $ms^{-2}$ મળશે.  $(g = 10\, ms^{-2})$

  • [JEE MAIN 2019]

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, બળ $F_1$ ને એક બ્લોક પર લગાડવામાં આવે છે તો પણ બ્લોક ગતિ કરતો નથી. ત્યારબાદ શિરોલંબ દિશામાનાં બળ $F_2$ ને શૂન્યથી વધારવામાં આવે છે તો બ્લોક ગતિ કરવાનું શરુ કરે છે તો; સાયું નિવેદન ક્યું છે

આકૃતિ માં દર્શાવ્યા મુજબ એક ટ્રકની પાછળની બાજુ ખુલ્લી છે અને $40 \;kg$ દળનું એક બૉક્સ ખુલ્લા છેડાથી $5 \,m$ દૂર તેના પર મૂકેલ છે. બૉક્સ અને નીચેની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.15$ છે. એક સીધા રસ્તા પર ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી $2\; m s ^{-2}$થી પ્રવેગિત થાય છે. પ્રારંભ બિંદુથી કેટલા અંતરે બૉક્સ ટ્રકમાંથી પડી આકૃતિ જશે ? (બોક્સનું પરિમાણ અવગણો.)

ઘર્ષણ એટલે શું ? સ્થિત ઘર્ષણબળની સમજૂતી આપો.

$2$ દળના એક બ્લોકને શિરોલંબ ખરબચડી દીવાલ સાથે આંગળી વડે દબાવીને રાખેલો છે. જો બ્લોક અને દીવાલ વચ્ચેનો ઘર્ષણાંક $\mu $ અને ગુરુત્વપ્રવેગ $g$ હોય તો દીવાલ સાથે બ્લોકને પકડી રાખવા આંગળી વડે લગાડવું પડતું લઘુતમ બળ શોધો.