એક તળાવના લંબચોરસ તળિયાની સપાટીનું ક્ષેત્રફળ $A$ છે, જેમાં પાણી (ઘનતા $=\rho,$ વિશિષ્ટ ઉષ્મા $=s$) ભરેલું છે જેની બહારની હવાનું તાપમાન $-26^{\circ} \mathrm{C}$ જેટલું અચળ છે. તળાવમાં પાણી પર બરફના સ્તરની જાડાઈ કોઈ એક સમયે $x$ છે.

બરફની ઉષ્માવાહકતા ${K}$ અને ગલનગુપ્તઉષ્મા $L$ લેવામાં આવે, તો કોઈ ક્ષણે બરફના સ્તરમાં થતાં વધારાનો દર શેના વડે આપવામાં આવે?

  • [NEET 2019]
  • A

    $26 \mathrm{K} / \mathrm{\rho r}(\mathrm{L}-4 \mathrm{s})$

  • B

    $26 \mathrm{K} /\left(\rho \mathrm{x}^{2}-\mathrm{L}\right)$

  • C

    $26 K /(\rho x L)$

  • D

    $26 \mathrm{K} / \mathrm{\rho r}(\mathrm{L}+4 \mathrm{s})$

Similar Questions

$R$ ત્રિજ્યાનો એક નળાકાર કે જેની અંદરની ત્રિજ્યા $R$ અને બહારની ત્રિજ્યા $2R$ છે તેવા નળાકાર કોષથી ઘેરાયેલ છે. અંદરના નળાકારના દ્રવ્યની ઊષ્માવાહકતા $K_1$ છે જ્યારે બહારના નળાકારની ઊષ્માવાહકતા $K_2$ છે. ઊષ્માનો વ્યય થતો નથી તેમ ધારતા નળાકારની લંબાઈ તરફ વહેતી ઊષ્મા માટે આ તંત્રની ઊષ્માવાહકતા _______ થાય.

  • [JEE MAIN 2019]

બરફનાં બોક્ષનો ઉપયોગ $1 metre^{2}$ ક્ષેત્રફળ અને $5.0\,\, cm$ જાડાઈને ખાધ પદાર્થને ઠંડુ રાખવા ઉપયોગમાં લેવામાં આવે છે. બરફના બોક્ષની ઉષ્માવાહકતા $K= 0.01 \,\,joule/metre - °C$ તેને ખાધ પદાર્થ સાથે $0°C$ તાપમાને $30°C$ દિવસનું તાપમાન હોય ત્યારે ભરવામાં આવે છે. બરફની ગલનગુપ્ત ઉષ્મા $334 × 10^{3}\,\, joule / kg$ છે. એક દિવસમાં પીગળતો બરફ નો જથ્થો ..... $kg$ શોધો.

એક કોપર અને બીજા સ્ટીલના સમાન લંબાઈ અને સમાન આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા બે સળિયાને સાથે જોડેલા છે. કોપર અને સ્ટીલની ઉષ્મા વાહકતા અનુક્રમે $385\,J\,s ^{-1}\,K ^{-1}\,m ^{-1}$ અને $50\,J\,s ^{-1}\,K ^{-1}\,m ^{-1}$ છે. કોપર અને સ્ટીલના મુક્ત છેડા અનુક્રમે $100^{\circ}\,C$ અને $0^{\circ}\,C$ પર રાખવામાં આવે છે. જંકશન પરનું તાપમાન લગભગ $......^{\circ}\,C$ હશે.

  • [NEET 2022]

કુકરની બનાવટમાં ઉપયોગી પદાર્થ હંમેશા કેવું જોઈએ? ($K -$ ઉષ્માવાહકતા, $S -$ વિશિષ્ટ ઉષ્મા)

નળાકાર સળિયાના બે છેડાના તાપમાન $T_1$ અને $T_2$ છે. પસાર થતી ઉષ્માનો દર $ {Q_1} \; cal/sec$ છે. જો સળિયાના છેડાના તાપમાન અચળ રાખી બધા રેખીય પરિમાણ બમણા કરવામાં આવે, તો પસાર થતી ઉષ્માનો દર $ {Q_2}$ કેટલો થશે?

  • [AIPMT 2001]