એક ફૂટબૉલ ખેલાડી દક્ષિણ તરફ ગતિ કરે છે અને વિરોધીને અવગણવા અચાનક તે તેટલી ઝડપથી પૂર્વ તરફ વળે છે. ખેલાડી પર વળતી વખતે લાગતું ઘર્ષણ બળ $........$ હશે.
દક્ષિણ-પશ્ચિમ પર
પૂર્વ તરફની દિશામાં
ઉત્તર તરફની દિશામાં
ઉત્તર-પૂર્વ પર
$2$ દળના એક બ્લોકને શિરોલંબ ખરબચડી દીવાલ સાથે આંગળી વડે દબાવીને રાખેલો છે. જો બ્લોક અને દીવાલ વચ્ચેનો ઘર્ષણાંક $\mu $ અને ગુરુત્વપ્રવેગ $g$ હોય તો દીવાલ સાથે બ્લોકને પકડી રાખવા આંગળી વડે લગાડવું પડતું લઘુતમ બળ શોધો.
$m$ દળ ધરાવતા બ્લોક (ચોસલા)ને $y=x^2 / 4$ વડે દર્શાવેલ ઊર્ધ્વ આડછેદ ધરાવતી સપાટી પર મૂકવામાં આવે છે. જો ધર્ષણાંકનું મૂલ્ચ $0.5$ હોય તો સપાટી (ધરા)થી કે જ્યાં ચોસલું સરકે નહી તે રીતે મૂકી શકાય તે મહત્તમ ઊંચાઈ________હશે.
આકૃતિમાં $10\;N$ વજન ધરાવતો બ્લોક સમક્ષિતિજ સપાટી પર છે. પદાર્થ માટે સ્થિત ઘર્ષણાક $0.4$ છે. જો $3.5\,N$ નું બળ લગાવતા પદાર્થ અચળ ગતિ કરે તો જો $3\,N$ નું બળ લગાવવામાં આવે તો પદાર્થ...
એક ભારે બોક્સ ને ખરબચડી સમક્ષિતિજ સપાટી પર ખસેડવા માટે વ્યક્તિ $A$ તેને સમક્ષિતિજથી $30^o$ ના ખૂણે ધકેલે છે અને તેના માટે જરૂરી ન્યુનત્તમ બળ $F_A$ છે, જ્યારે વ્યક્તિ $B$ બોક્સ ને સમક્ષિતિજથી $60^o$ ના ખૂણે ખેંચે છે અને તેના માટે તેને ન્યુનત્તમ બળ $F_B$ ની જરૂર પડે છે. તો બોક્સ અને સપાટી વચ્ચે નો ઘર્ષણાંક $\frac{{\sqrt 3 }}{5}$ છે તો ગુણોત્તર $\frac{{{F_A}}}{{{F_B}}}$ કેટલો થશે?
ઘર્ષણના લાભ અને ગેરલાભ જણાવો તથા ઘર્ષણ ઘટાડવાના ઉપાયો જણાવો.