$r$ ત્રિજ્યાવાળા વર્તુળના કેન્દ્ર પર $q$ જેટલો ચાર્જ રાખેલ છે, $B$ અને $C$ બિંદુઓ આ વર્તુંળના પરિઘ પર છે. જ્યારે બિંદુ $A$ આ વર્તુળથી બહાર છે. જો $W_{A B}$ એ $q_0$ ચાર્જને બિંદુ $A$ થી $B$ સુધી લઈ જવા માટેનું કાર્ય દર્શાવે અને $W_{A C}$ એ $q_0$ ચાર્જને બિંદુ $A$ થી $C$ સુધી લઈ જવા માટેનું કાર્ય દર્શાવે તો આપેલી આકૃતિ માટે કયું વિધાન સત્ય છે ?

213605-q

  • A

    $W_{A B} > W_{A C}$

  • B

    $W_{A B} < W_{A C}$

  • C

    $W_{A B}=W_{A C} \neq 0$

  • D

    $W_{A B}=W_{A C}=0$

Similar Questions

બે બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું અંતર $ 2L$ છે.આ બિંદુઓ પર અનુક્રમે $+q$ અને $ -q$ વિદ્યુતભાર મૂકેલા છે.બિંદુ $C $ એ બિંદુ $ A $ અને બિંદુ $B$ ના મઘ્યબિંદુએ છે. $+Q $ વિદ્યુતભારને અર્ધ-વર્તુળાકાર માર્ગ $ CRD$  એ ગતિ કરાવવા માટે કરવું પડતું કાર્ય __________

  • [AIPMT 2007]

જો $H_{2}$ અણુના બેમાંથી એક ઇલેક્ટ્રૉન દૂર કરવામાં આવે તો આપણને હાઈડ્રોજન આણ્વિક આયન $H _{2}^{+}$ મળે. $H _{2}^{+}$ ની ધરાસ્થિતિમાં બે પ્રોટોન વચ્ચેનું અંતર લગભગ $1.5\;\mathring A$ છે અને ઇલેક્ટ્રૉન દરેક પ્રોટોનથી લગભગ $1 \;\mathring A$ અંતરે છે. આ તંત્રની સ્થિતિઊર્જા શોધો. સ્થિતિઊર્જાના શૂન્ય માટેની તમારી પસંદગી જણાવો.

$10\, esu$ નો વિદ્યુતભાર $40\, esu$ ના વિદ્યુતભારથી $2\ cm$ દૂર મૂકેલો છે. અને બીજા $- 20\, esu$ ના વિદ્યુતભારથી $4\ cm$ દૂર મૂકેલો છે. $10 \,esu$ ના વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા અર્ગમાં છે.

સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણનાં શિરોબિંદુઓ પર $Q$, $+q$ અને $+q$ વિદ્યુતભારો આકૃતિ મુજબ મૂકેલ છે.જો સમગ્ર તંત્રની કુલ વિદ્યુતસ્થિતિઊર્જા શૂન્ય હોય,તો $Q$ = __________.

$2d$ અંતરે બે $-q$ વિધુતભારો છે એક ત્રીજો $+ q$ વિધુતભાર તેમના મધ્યબિંદુએ $O$ પર છે. $-q$ વિધુતભારોના લીધે $O$ થી $x$ અંતરે $+ q$ વિધુતભારના વિધેયની સ્થિતિઊર્જા શોધો. સ્થિતિ વિરુદ્ધ અંતર $x$ નો આલેખ દોરો અને ખાતરી કરો કે $O$ બિંદુએ વિધુતભાર અસ્થાયી અસંતુલનમાં છે. તે જણાવો .