- Home
- Standard 12
- Physics
બાહ્ય ક્ષેત્રમાં એકબીજાથી $\mathrm{r}$ અંતરે રહેલાં બે બિંદુવત્ વિધુતભારો માટે સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો.
Solution

આકૃતિમાં બાહ્ય ક્ષેત્ર $\overrightarrow{ E }$ માં કોઈ ઊગમબિંદુની સાપેક્ષે $r_{1}$ અને $r_{2}$ સ્થાનોએ બે વિદ્યુતભાર $q_{1}$ અને $q_{2}$ ને અનંત અંતરેથી લાવવા છે.
પ્રથમ $q_{1}$ વિદ્યુતભારને અનંત અંતરેથી $r_{1}$ અંતરે લાવવા કરવું પડતું કાર્ય,
$W _{1}=q_{1} V \left(\overrightarrow{r_{1}}\right)$
અને $q_{2}$ વિદ્યુતભારને અનંત અંતરેથી સ્ત્રોત વિદ્યુતભાર અને $q_{1}$ વિદ્યુતભારથી મળતા ક્ષેત્રની વિરુદ્ધ ગતિ કરાવવા કરવું ૫ડતું કાર્ય,
$W _{2}=q_{2} V \left(\vec{r}_{2}\right) \quad \ldots \text { (2) }$
$q_{1}$ વિદ્યુતભારના વિરુદ્ધમાં લાગતાં બળથી $q_{2}$ પર થતું કાર્ય,
$W _{3}=\frac{k q_{1} q_{2}}{r_{12}}$
જ્યાં $r_{12}=q_{1}$ અને $q_{2}$ વચ્ચેનું અંતર
તંત્રની કુલ સ્થિતિઊર્જા = વિદ્યુતભારોના તંત્રની ગોઠવણ કરવા કરવું પડતું કુલ કાર્ય અથવા સ્થિતિઊર્જા,
$U =q_{1} V \left(\overrightarrow{r_{1}}\right)+q_{2} V \left(\overrightarrow{r_{2}}\right)+\frac{k q_{1} q_{2}}{r_{12}}$