એક પદાર્થને સમક્ષિતિજ સાથે $\theta$ ના ખૂણે $V$ વેગ સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે પ્રક્ષિપ્ત પદાર્થ તેની મહત્તમ ઊંચાઈ કરતા અડધી જેટલી ઊંચાઈ પર હોય તો પ્રક્ષિપ્ત પદાર્થના વેગનો શિરોલંબ દિશાનો ઘટક શું હશે ?
$v \sin \theta \times 3$
$\frac{v \sin \theta}{3}$
$\frac{v \sin \theta}{\sqrt{2}}$
$\frac{v \sin \theta}{\sqrt{3}}$
ઢાળ પર નીચે તરફ મહત્તમ અવધિ એ ઢાળ પર ઉપર તરફ મહત્તમ અવધિ કરતાં ત્રણ ગણી હોય,તો ઢાળનો ખૂણો ........ $^o$ શોધો.
ગતિમાન પદાર્થને તેની પ્રારંભિક ગતિ કરતાં અલગ દિશામાં નિયમિત રીતે અચળ બળ લગાવવામાં આવે તો તેનો ગતિપથ કવો હશે? (દા.ત., સમાંતર અને અસમાંતર દિશાઓને અવગણતા)?
બે પ્રક્ષિપ્ત પદાર્થોનું સમાન ઝડપે સમક્ષિતિજ સાથે $30^{\circ}$ અને $60^{\circ}$ ના ખૂણે પ્રક્ષેપન કરવામાં આવે છે. આ બંને પ્રક્ષિપ્ત પદાર્થોએ અનુક્રમે પ્રાપ્ત કરેલી મહત્તમ ઉંચાઈનો ગુણોત્તર .......... છે.
એક પ્રક્ષિપ્તની કોઈ એક જગ્યા (સ્થાને) મહત્તમ ઉંયાઈ $64 \mathrm{~m}$ છે. જો પ્રારંભિંક વેગ અડધો કરવામાં આવે તો પ્રક્ષિપ્ત પદાર્થની નવી મહત્તમ ઉંચાઈ. . . . . . .$\mathrm{m}$થશે.
એક ફાઈટર જેટ પ્લેન $1.5\; km$ ની ઊંચાઈ પર $720\; km / h$ ની ઝડપથી સમક્ષિતિજ દિશામાં ઊડી રહ્યું છે. જો તે વિમાન વિરોધી તોપની બરાબર ઉપરથી પસાર થતું હોય, તો શિરોલંબ દિશા સાથે તોપના નાળચાનો ખૂણો કેટલો હોવો જોઈએ કે જેથી $600\; m \,s ^{-1}$ ની ઝડપથી છોડેલ ગોળો ફાઈટર પ્લેનને અથડાય ? ફાઇટર પ્લેનના પાઇલોટે લઘુતમ કેટલી ઊંચાઈએ પ્લેન ઉડાડવું જોઈએ કે જેથી તે ગોળાથી બચી શકે ? ( $g=10 \;m s ^{-2}$ )