એક ઈલેકટ્રોન ધન$-x$ અક્ષ પર ગતિ કરે છે.જો ઋણ $z-$અક્ષની સમાંતર દિશામાં સમાન ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે તો,
$A$. ઈલેકટ્રોન ધન$-y$ અક્ષ પર ચુંબકીય બળ અનુભવશે.
$B$. ઈલેકટ્રોન ઋણ$-y$ અક્ષ પર ચુંબકીય બળ અનુભવશે.
$C$. ઈલેકટ્રોન કોઈ પણ પ્રકારનું બળ ચુંબકીય ક્ષેત્રમાં અનુભવતું નથી.
$D$. ઇલેકટ્રોન ધન$-x$ અક્ષ પર સતત ગતિ કરશે.
$E$. ઈલેકટ્રોન ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર પથ પર ગતિ કરશે.
યોગ્ય જવાબ નીચેના વિકલ્પોમાથી પસંદ કરો:
$B$ અને $E$ માત્ર
$A$ અને $E$ માત્ર
$C$ અને $D$ માત્ર
$B$ અને $D$ માત્ર
સમાન ગતિઊર્જા ધરાવતા બે વિદ્યુતભારિત કણો ગતિની દિશાને લંબરૂપે રહેલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કરાવવામાં આવે છે. જે તેમના વર્તુળાકાર પથોની ત્રિજ્યાઓનો ગુણોત્તર $6: 5$ હોય અને તેમના દળોનો ગુણોત્તર $9: 4$ હોય, તો તેમના પરના વીજભારોનો ગુણોત્તર $......$ થશે.
દર્શાવો કે “જે બળ વડે કાર્ય થતું નથી તે બળ વેગ પર આધારિત છે.”
ઇલેક્ટ્રોન $x$ - દિશામાં ગતિ કરે છે, ચુંબકીયક્ષેત્ર $y$ દિશામાં છે, તો તેનો ગતિપથ ....
$m$ દળ અને $Q$ વિદ્યુતભારનો વિદ્યુતભરીત કણ $r$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ચુંબકીય ક્ષેત્ર $B$ને લંબ ગતિ કરે છે તો તેનો આવર્તકાળ કેટલો થાય?
સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણો $X$ અને $Y$ ને સમાન વિદ્યુત સ્થિતિમાન વડે પ્રવેગિત કરાવવામાં આવે છે. ત્યારબાદ તેઓ સમાન ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં દાખલ થાય છે અને અનુક્રમે $R_1$ અને $R_2$ ત્રિજ્યાઓ ધરાવતા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. $X$ અને $Y$ ના દળોનો ગુણોત્તર __________થશે.