- Home
- Standard 11
- Chemistry
કાર્બન ડાયોક્સાઇડ વાયુ કરતાં કાર્બન મોનોક્સાઇડ વાયુ વધુ ખતરનાક શા માટે છે ? સમજાવો.
Solution
વિવિધ પ્રકારના બળતણના દહન દ્વારા $CO$ અને $CO_2$ વાયુ મુક્ત થાય છે. કાર્બન મોનૉક્સાઇડ ઝેરી છે. જ્યારે કાર્બન ડાયૉક્સાઇડ સ્વભાવે બિનઝેરી છે. કાર્બન મોનૉક્સાઇડ હીમોગ્લોબિન સાથે પ્રક્રિયા કરીને કાર્બોક્સિહીમોગ્લોબિન સંકીર્ણ બનાવે છે જેથી તે ઝેરી છે.
આ કાર્બોક્સિહીમોગ્લોબિન એ ઑક્સિહીમોગ્લોબિન કરતા વધુ સ્થાયી છે, $3$ થી $4\%$ સાંદ્રતા ધરાવતું કાર્બોક્સિહીમોગ્લોબિન એ રૂધિરની ઑક્સિજન શોષી રાખવાની ક્ષમતાને ઘટાડે છે. તેને કારણે માથાનો દુઃખાવો, નબળી દૃષ્ટિ, હૃદય અને રક્તવાહિનીઓનાં કાર્યમાં અનિયમન સર્જાય છે. તેનું પ્રમાણ ખૂબ જ વધી જવાથી મૃત્યુ નીપજે છે. કાર્બન ડાયોક્સાઇડ બિનઝેરી છે. તે ખૂબ જ ઊંચી સાંદ્રતાએ જ હાનિકારક છે.
Similar Questions
નીચે વિભાગ $-I$ માં આપેલા જળ પ્રદૂષકોને, વિભાગ $-II$ માં આપેલ તેમના સ્રોત સાથે જોડો.
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(A)$ ઝેરી ભારે ધાતુઓ | $(1)$ કૃષિ ઉધોગ અને ખનીજ ઉધોગથી જમીનનુ ધોવાણ થવાથી. |
$(B)$ કીટનાશકો | $(2)$ ઘરેલું ગંદા પાણીની નિકાલ વ્યવસ્થા. |
$(C)$ ભારે કચરો | $(3)$ રાસાયણિક કારખાના અને ઉધોગો દ્વારા. |
$(D)$ સૂક્ષ્મ જીવાણુઓ | $(4)$ જંતુઓ, ફૂગ અને નિંદામણનો નાશ કરવા વપરાતા પદાર્થોમાંથી. |