- Home
- Standard 12
- Biology
ક્લોનિંગ, છાલન અને નિવેશી નિષ્ક્રિયતા ની વ્યાખ્યા આપો.
Solution
એક વિદેશી $DNA$ સ્વયંજનનની ઉત્પત્તિ સાથે જોડાય છે, આથી આ વિદેશી $DNA$ નો ટુકડો યજમાન સજીવમાં આપમેળે સ્વયંજનન તેમજ ગુણન પામી શકે છે. આને ક્લોનિંગ (cloning) પણ કહે છે
ઍન્ટિબાયોટિક્સના નિષ્ક્રિય થવાના કારણે પુનઃસંયોજિતની પસંદગી એક જટિલ ક્રિયા છે કેમકે તેમાં જુદાં-જુદાં ઍન્ટિબાયોટિક્સ ધરાવતી બંને પ્લેટમાં વિદ્યુતલેપન એકસાથે જરૂરી છે તેથી વૈકલ્પિક પસંદગીમાન રેખકને વિકસાવવામાં આવ્યું કે જે રંગસર્જક પદાર્થની હાજરીમાં પુનઃસંયોજિત અને બિનપુનઃસંયોજિતને તેમની રંગ ઉત્પન્ન કરવાની ક્ષમતાના આધારે અલગ પાડે છે. જેમાં, $r-DNA$ ને $\beta $ ગેલેક્ટોસાઈડઝ ઉત્સચકની સાંકેતિક શૃંખલામાં પ્રવેશ કરાવતા $\beta $ ગેલેક્ટોસાઈડેઝ ઉત્પન્ન કરતું જનીન નિષ્ક્રિય થઈ જાય છે. જેને નિવેશી નિષ્ક્રિયતા (insertional inactivation) કહે છે.