બિંદુવતુ ધન વિધુતભારના વિધુતક્ષેત્રમાં $\mathrm{r}$ અંતરે વિધુતસ્થિતિમાનનું સૂત્ર મેળવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઊગમબિંદુએ બિદુવત્ ધન વિદ્યુતભાર $Q$ મૂકેલો છે અને ઊગમબિંદુથી $r$ સ્થાનસદિશ ધરાવતું બિંદુ $P$ છે.

ધારોકે પરીક્ષણ ધન વિદ્યુતભારને અંનત અંતરેથી અપાકર્ષણ બળની વિરુદ્ધમાં ગતિ કરાવીને $P$ બિંદુએ લાવતાં બાહ્ય બળ વડે થતું કાર્ય ધન છે જે આકૃતિમાં એક સગવડભર્યા માર્ગ પર બતાવ્યું છે.

આ માર્ગ પરના $P'$ જેવાં બિંદુ પાસે એક્મ ધન પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ,

$F =\frac{k Q \times 1}{\left(r^{\prime}\right)^{2}} \hat{r}^{\prime}\dots(1)$

(જ્યાં એકમ ધન પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય $1$

$r^{\prime}$ એ $P ^{\prime}$ નું ઊદગમબિંદુથી અંતર

$r^{\prime}$ થી $r^{\prime}+\Delta r^{\prime}$ સુધીના સ્થાનાંતરમાં આ બળ વિરુદ્ધ થતું કાર્ય,

$\Delta W =-\frac{k Q }{\left(r^{\prime}\right)^{2}} \cdot \Delta r^{\prime} \quad \ldots(2) \quad[ W = F r \cos \theta$ પરથી $]$

સૂર્યમાં $\Delta r^{\prime}<0$ હોવાથી $\Delta W >0$ મળે.

એક્મ ધન પરીક્ષણ વિદ્યુતભારને અનંતથી $r$ અંતરે લાવત્તાં થતું કુલ કાર્ય $r^{\prime}=\infty$ થી $r^{\prime}=r$ સુધી સંકલન કરવાથી મળે છે.

$\therefore W =-\int_{\infty}^{r} \frac{k Q }{\left(r^{\prime}\right)^{2}} \cdot d r^{\prime} \quad\left[\lim _{\Delta r^{\prime} \rightarrow 0}=d r^{\prime}\right]$

$\therefore W =-k Q \left[-\frac{1}{r^{\prime}}\right]_{\infty}^{r}=\frac{k Q }{r}$

$\therefore W =\frac{ Q }{4 \pi \in_{0} r}$

Similar Questions

$R$ ત્રિજ્યાની ધાત્વિય ગોળીય કવચના કેન્દ્રથી ત્રિજ્યાવર્તી અંતર $r$ નો વિધુતસ્થિતિમાન સાથેનો આલેખ નીચેનામાંથી ક્યો છે?

  • [AIIMS 2013]

$1.5 \;\mu \,C$ અને $2.5\; \mu \,C$ વિધુતભાર ધરાવતા બે નાના ગોળાઓ એકબીજાથી $30 \;cm$ અંતરે રહેલા છે. નીચેના સ્થાનોએ સ્થિતિમાન અને વિધુતક્ષેત્ર શોધો. 

$(a)$ બે વિધુતભારોને જોડતી રેખાના મધ્યબિંદુએ  અને 

$(b)$ આ રેખાના મધ્યબિંદુમાથી પસાર થતી અને રેખાને લંબ સમતલમાં મધ્યબિંદુથી  અંતરે આવેલા બિંદુએ. .

એક નાના વર્તુળાકાર અને સમાન ભારીત થયેલા કોષ માટે,વીજ સ્થિતિમાન $(V)$ તેના કેન્દ્ર $(O)$થી રેખીય રીતે દૂર જાય છે.જે આલેખમાં દર્શાવ્યા પ્રમાણે છે.

  • [JEE MAIN 2023]

સમકેન્દ્રીય ત્રણ ગોળાકાર કવચની ત્રિજયાઓ $a,b$ અને $c\,\,(a < b < c)$ છે. આ ગોળા પરની વિદ્યુતભાર પૃષ્ઠઘનતા અનુક્રમે $\sigma ,-\;\sigma $ અને$\;\sigma \;$છે.જો $V_A,V_B$ અને $V_C$ એ કવચ પરનું વિદ્યુતસ્થિતિમાન દર્શાવતા હોય,તો $c=a+b$ માટે ____

  • [AIPMT 2009]

$27$ એક સમાન બુંદોને દરેકને $22 \,V$ થી વિદ્યુત ભારીત કરવામાં આવે છે. તેઓ સંયોજાઈને એક મોટું બુંદ બનાવે છે. મોટાં બુંદનું સ્થિતિમાન.......$V$ થશે.

  • [JEE MAIN 2022]