6.Anatomy of Flowering Plants
easy

એકદળી (મકાઈ) મૂળની આંતરિક રચના વર્ણવો.

Option A
Option B
Option C
Option D

Solution

એકદળી (મકાઈ) મૂળ (Monocotyledonous Root) ની આંતરિક રચના : મકાઈ એકદળી વનસ્પતિ છે. મકાઈના મૂળના છેદનો સૂક્ષ્મદર્શકમાં અભ્યાસ કરતાં નીચે પ્રમાણેના ત્રણ સ્તરો સ્પષ્ટ જોવા મળે છે : (1) રોમસ્તર (મૂલાધિસ્તર) (2) બાહ્યક અને (3) મધ્યરંભ

$(1)$ રોમસ્તર : આ સ્તર મૂળનું સૌથી બહારનું સ્તર છે. આ સ્તરના કોષોમાંથી પાતળી દીવાલવાળા નલિકાકાર બહિરુદભેદો ઉત્પન્ન થાય છે, જેને મૂળરોમ (Root Hairs) કહે છે. આ સ્તરના કોષો ઉપર ક્યુટિકલનું આવરણ હોતું નથી, કારણ કે તેનું કાર્ય જમીનમાંથી પાણી અને ક્ષારોનું શોષણ કરવાનું છે.

$(2)$ બાહ્યક : બાહ્ય કમાં બહિ: સ્તર, અધઃ સ્તર (બાહ્ય-બાહ્યક), અંતઃબાહ્યક અને અંતઃસ્તરનો સમાવેશ થાય છે.

$(i)$ બહિ: સ્તર (Exodermis) : આ સ્તર રોમસ્તરની તરત જ નીચે આવેલ છે. તેના કોષો મોટા અને સુબેરીનયુક્ત જાડી દીવાલવાળા હોય છે. તે રોમસ્તર નાશ પામતાં અંદરની પેશીઓનું રક્ષણ કરે છે.

$(ii)$ અધઃ સ્તર (બાહ્યઃ બાહ્યક) (Hypodermis) : બહિઃ સ્તરની નીચે આવેલા ત્રણ કે ચાર સ્તરોના પ્રદેશને અધઃસ્તર કહે છે. આ સ્તરોના કોષોની દીવાલ લિગ્નિનથી સ્થૂલિત થાય છે અને મજબૂત બને છે. આ પ્રદેશ દઢોત્તકનો બનેલો છે.

$(iii)$ અંતઃ બાહ્યક (Inner Cortex) : બાહ્યકની અંદર તરફ આવેલા પ્રદેશને અંતઃબાહ્યક કહે છે. આ પ્રદેશ મૃદુત્તક કોષોનો બનેલો છે. તેઓ પાતળી દીવાલવાળા અને આકારમાં ગોળ હોય છે,

$(iv)$ અંતઃસ્તર (Endodermis) : બાહ્યકના સૌથી અંદરના સ્તરને અંતઃસ્તર કહે છે. આ સ્તરના કોષો એકબીજા સાથે સજ્જડ રીતે ચોંટેલા હોય છે. કોષોની અરીય તેમજ અંદરની દીવાલ લિગ્નિન અને સુબેરીનથી સ્થૂલિત થયેલી હોય છે. આ સ્થૂલન અંગ્રેજી અક્ષર આડા $'C'$ જેવું દેખાય છે. આ સ્તરમાં કેટલાક કોષો સ્થૂલન વગર રહી જાય છે. જેઓને પથકોષો (Passage Cell) કહે છે. આ પથ કોષો આદિદારૂની બરાબર સામે આવેલા અને જીવંત છે.

$(3)$ મધ્યરંભ (Stele) : મધ્યરંભમાં પરિચક્ર, વાહિપુલો, સંયોગીપેશી અને મજજાનો સમાવેશ થાય છે,

જલવાહક અને અન્નવાહક પેશીના સમૂહોની સંખ્યા 8 કરતાં વધુ હોય છે. તેથી આવા મધ્યરંભને બહુસૂત્રી (Polyarch) કહે છે.

$(i)$ પરિચક્ર (Pericycle) : પરિચક્ર એ અંતઃસ્તરની અંદરની તરફ આવેલું એકસ્તરીય સ્તર છે, આ સ્તરના કોષો જીવંત, પાતળી દીવાલવાળા અને મૂદુત્તાકીય હોય છે. – આદિદારુની સામે આવેલા આ સ્તરના કોષો પાર્થમૂળો ઉત્પન્ન કરે છે. આમ, તેઓનો ઉદ્ભવ અંતર્યાત છે.

$(ii)$ વાહિપુલો (Vascular Bundles) : અહીં વાહિપુલો અરીય પ્રકારના છે. જલવાહક અને અન્નવાહકના વાહિપુલો જુદી જુદી ત્રિજયા ઉપર ગોઠવાયેલા છે. આદિદારુ બહારની બાજુએ અને અનુદારુ અંદરની બાજુએ હોવાથી જલવાહકનો વિકાસ બહિરારંભી છે.

– અન્નવાહક પેશી ચાલનીનલિકા અને સાથીકોષોની બનેલી છે. જે નાના સમૂહ સ્વરૂપે આદિદારુની વચ્ચે જોવા મળે છે.

$(iii)$ સંયોગી પેશી (Conjuctive Tissue) : જલવાહક અને અન્નવાહકને જોડતી તેમજ પરિચક્ર અને મજ્જાની સાથે સંબંધ ધરાવતી પેશીને સંયોગી પેશી કહે છે. શરૂઆતમાં તેઓ મૃદુત્તકના બનેલા હોય છે. પાછળથી તે દેઢાંકીય બને છે.

Standard 11
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.