સૂર્યમુખીના મૂળની આંતરિક રચના વર્ણવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

મૂળ, પ્રકાંડ અને પર્ણોના પેશીય આયોજનને સારી રીતે સમજવા માટે આ અંગોનો પરિપક્વ પ્રદેશોનો અનુપ્રસ્થ છેદ લઈ અભ્યાસ કરવામાં આવે છે.

સૂર્યમુખીના તરુણ મૂળની અંતઃસ્થ રચના : સૂર્યમુખી એ દ્વિદળી એકવર્ષાયુ છોડ છે. તેના મૂળના પાતળા, પારદર્શક સંપૂર્ણ અનુપ્રસ્થ છેદને સેફ્રેનનથી અભિરંજિત કરી પાણી વડે ધોઈ સૂક્ષ્મદર્શક નીચે તપાસતાં બહારથી અંદરના ક્રમમાં નીચે પ્રમાણેના ત્રણ ભાગો સ્પષ્ટ જોવા મળે છે : (1) અધિસ્તર (2) બાહ્યક (3) અંતઃસ્તર

અધિસ્તર : અધિસ્તર સૌથી બહારનું સ્તર છે. ઘણા અધિસ્તરીય કોષો એકકોષીય મૂળરોમના સ્વરૂપમાં બહાર નીકળે છે. આ સ્તરના કોષો પાતળી દીવાલવાળા અને સેલ્યુલોઝના બનેલા હોય છે. આ સ્તરનું પ્રાથમિક કાર્ય જમીનમાંથી પાણી અને ખનીજ ક્ષારોનું શોષણ કરવાનું છે.

બાહ્યક (Cortex) : બાહ્યક એ આંતરકોષીય અવકાશયુક્ત પાતળી દીવાલવાલા મૃદુત્તક કોષોના ઘણા સ્તરો (બહુસ્તરીય)નું બનેલું છે.

અંતઃસ્તર : કોઈ પણ આંતરકોષીય અવકાશવિહીન પીપ આકારના (Barrel shaped) કોષોનું એક જ સ્તર ધરાવે છે. પીપ આકારના કોષોની સ્પર્શનીય તથા અરીય દીવાલો કાપેરિયન પટ્ટિકા (Casparian Strips)ના સ્વરૂપમાં પાણી માટે અપ્રવેશશીલ મીણ જેવા પદાર્થો-સુબેરિનની જમાવટ ધરાવે છે.

પરિચક્ર (Pericycle) : અંતઃસ્તર પછી જાડી દીવાલવાળા મૂદુત્તક કોષોના કેટલાક સ્તરો આવેલા છે. જે પરિચક્ર તરીકે ઓળખાય છે. પાર્ષીય પરિચક્રના કોષોમાંથી દ્વિતીયક વૃદ્ધિ દરમિયાન પાર્ષીય મૂળવાહી એધાની ઉત્પત્તિ થાય છે .

મજ્જા(pith) : મજ્જા નાની અને અસ્પષ્ટ (Inconspicuous) છે.

સંયોગીપેશી (Conjuctive Tissue) : જલવાહક અને અન્નવાહક પેશી વચ્ચે આવેલા મૂદુત્તક કોષોને સંયોગી પેશી કહે છે.

સામાન્યતઃ બે કે ચાર જલવાહક અને અન્નવાહક સમૂહો હોય છે. પછી જલવાહક અને અન્નવાહકની વચ્ચે એધાવલય (Cambial ring) વિકાસ પામે છે.

Similar Questions

........માં દ્વિદળીમૂળથી એકદળી મૂળ અલગ હોય છે.

એકદળી (મકાઈ) મૂળની આંતરિક રચના વર્ણવો.

એક્દળી મૂળ માટે અસંગત છે.

દ્વિદળી મુળની સરખામણીમાં એકદળી મુળમાં વાહિપુલ

દ્વિદળી મૂળમાં પરિઘથી કેન્દ્ર બાજુના સ્તરોનો સાચો કમ ઓળખો.