2.Human Reproduction
medium

અંડપિંડોનું સ્થાન અને બાહ્ય રચના વર્ણવો.

Option A
Option B
Option C
Option D

Solution

અંડપિંડો ઉદરના નીચેના ભાગે દરેક બાજુએ એક – એક ગોઠવાયેલ હોય છે. અંડપિંડો તેમની સ્થિતિ ક્રમિક સ્નાયુબંધો દ્વારા જાળવી રાખે છે.

અંડપિંડો જોડમાં આવેલ, કદ અને આકારમાં બદામ જેવી ગ્રંથિઓ છે, તે લગભગ $2-4$ સેમી, લાંબી, $2$ સેમી પહોળી અને $1$ સેમી જાડી છે.

દરેક અંડપિંડ નાભિકેન્દ્ર (Hilus) પણ ધરાવે છે. જે રુધિરવાહિનીઓ અને ચેતાઓના પ્રવેશનું સ્થાન છે.

દરેક અંડપિંડ પાતળા અધિચ્છદીય આવરણ દ્વારા આવરિત હોય છે. જે અંડપિંડીય આધારક (stroma)ને આવરે છે.

આધારક બે વિસ્તારમાં વિભાજિત થાય છે : પરિઘવર્તી બાહ્યક અને અંદરનું મજ્જક.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.