2.Human Reproduction
hard

અંડકોષજનનની પ્રક્રિયા વર્ણવો. 

Option A
Option B
Option C
Option D

Solution

પરિપક્વ માદા જનનકોષના નિર્માણની પ્રક્રિયાને અંડકોષજનન (Oogenesis) કહે છે.

અંડકોષજનન ગર્ભવિકાસ દરમિયાન શરૂ થાય છે, જયારે દરેક ગર્ભીય અંડપિંડમાંથી લાખો જનન માતૃકોષો (Gogonia – આદિ પૂર્વ અંડકોષ) નિર્માણ પામે છે.

જન્મ બાદ વધારાના આદિ પૂર્વ અંડકોષ નિર્માણ પામતા નથી અને ઉમેરાતા પણ નથી.

પ્રાથમિક પૂર્વ અંડકોષો $:$ આ કોષો વિભાજન પામવાનું શરૂ કરે છે અને અદ્ધિકરણની પૂર્વાવસ્થા -1માં પ્રવેશે છે અને હંગામી ધોરણે આ અવસ્થામાં સ્થાયી રહે છે, જેને પ્રાથમિક પૂર્વ અંડકોષ કહે છે.

પ્રાથમિક પુટિકાઓ $:$ દરેક પ્રાથમિક પૂર્વ અંડકોષ ત્યારબાદ ગ્રંથીય કોષોના સ્તર દ્વારા ઘેરાય છે, તેને પ્રાથમિક પુટિકા (Primary follicle) કહે છે.

મોટી સંખ્યામાં આ પુટિકાઓ જન્મથી યૌવનની આરંભ અવસ્થા દરમિયાન વિઘટન પામે છે. આથી જ યૌવનારંભમાં દરેક અંડપિંડમાં ફક્ત $60,000 – 80,000$ પ્રાથમિક અંડપુટિકાઓ બાકી રહે છે.

દ્વિતીયક પુટિકાઓ $:$ પ્રાથમિક પુટિકાઓ ગ્રંથીય કોષો અને નવા ઘણા સ્તરો (theca-આવરણ)થી આવરિત હોય છે જેને દ્વિતીયક પુટિકાઓ કહે છે.

તૃતીયક પુટિકા $:$ દ્વિતીયક પુટિકાઓ તરત તૃતીયક પુટિકામાં ફેરવાય છે. જે એન્ટ્રમ (antrum) કહેવાતી પ્રવાહી ભરેલ ગુહા ધરાવે છે જે તેની લાક્ષણિકતા છે. હવે અંદરનું સ્તર અંતઃઆવરણમાં અને બહારનું સ્તર બાહ્ય આવરણમાં ફેરવાય છે.

હવે તૃતીયક પુટિકામાંનો પ્રાથમિક પૂર્વ અંડકોષ કદમાં વૃદ્ધિ પામે છે અને તેનું પ્રથમ અર્ધીકરણ પૂર્ણ કરે છે. આ એક અસમાન વિભાજન છે. પરિણામે મોટા કદનું એક દ્વિતીયક પૂર્વઅંડકોષ અને નાના કદનો પ્રાથમિક ધ્રુવકાય નિર્માણ પામે છે.

દ્વિતીયક પૂર્વઅંડકોષ પ્રાથમિક પૂર્વઅંડકોષનો પોષક ઘટકો સભર કોષરસનો જથ્થો જાળવી રાખે છે.

તૃતીયક પુટિકા હવે, પુખ્ત પુટિકા અથવા ગ્રાફિયન પુટિકા (graafian follicle)માં ફેરવાય છે.

દ્વિતીયક પૂર્વઅંડકોષ તેની ફરતે નવા સ્તરની રચના કરે છે, જેને ઝોના પેલ્યુસિડા (zone pellucida) કહે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.