- Home
- Standard 12
- Biology
2.Human Reproduction
easy
શુકઉત્પાદક નલિકાની રચના વર્ણવો.
Option A
Option B
Option C
Option D
Solution

દરેક શુક્રોઉત્પાદક નલિકા તેની અંદરની બાજુ પર બે પ્રકારના કોષો ધરાવે છે જેને નર જનનકોષો (male germ cells) કે આદિ શુક્રકોષો (sertoli cells) અને સરટોલી કોષો (sertoli cells) કહે છે (આકૃતિ). નર જનનકોષો અર્ધીકરણને અંતે શુક્રકોષના નિર્માણ તરફ દોરાય જાય છે, જ્યારે સરટોલી કોષો જનનકોષોને પોષણ પૂરું પાડે છે. શુક્રઉત્પાદક નલિકાના બહારના ભાગને આંતરાલીય અવકાશ (interstitial spaces) કહે છે, જે નાની રુધિરવાહિનીઓ અને આંતરાલીય કોષો (interstitial cells) અથવા લેડિગ કોષો (Leydig cells) ધરાવે છે લેડિગ કોષો એન્ડ્રોજન્સ (androgens)થી ઓળખાતા શુક્રપિંડીય અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ અને સ્ત્રાવ કરે છે.
Standard 12
Biology