અદિશ ભૌતિક રાશિ અને સદિશ ભૌતિક રાશિ નો તફાવત આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
  અદિશ ભૌતિક રાશિ   સદિશ ભૌતિક રાશિ
$(1)$ અદિશ ભૌતિક રાશિ માત્ર માન ધરાવે છે. $(2)$ સદિશ ભૌતિક રાશિ માન અને દિશા બંને ધરાવે છે.
$(2)$ તેમના માનમાં ફેરફર થતાં તે ભૌતિક રાશિમાં ફેરફાર થાય છે. $(2)$ તેમના માન અથવા દિશા બંને બદલાતા તેમાં ફેરફાર થાય છે.
$(3)$ સાદા સરવાળાના નિયમ વડે તેમનો સરવાળો કરી શકાય છે. $(3)$ તેમનો સરવાળો સદિશોના સરવાળાના નિયમ મુજબ થાય શકાય છે.
$(4)$ દા.ત. અંતર, ઘનતા, તાપમાન, દબાણ, ઝડપ, કાર્ય વગેરે. $(4)$ દા.ત. સ્થાન, સ્થાનાંતર, વેગ, પ્રવેગ,બળ વગેરે.

 

Similar Questions

જો સદિશ $ \overrightarrow A = 2\hat i + 4\hat j - 5\hat k $ ,હોય તો સદીશનો દિશાકીય cosine કેટલો થાય?

યામાક્ષ પદ્ધતિના ઊગમબિંદુ પર રહેલા સ્થિર કણ પર ચાર બળો લાગે છે. $\overrightarrow {{F_1}\,}  = \,3\widehat i - \widehat j + 9\widehat k$ , $\overrightarrow {{F_2}} \, = \,2\widehat i - 2\widehat j + 16\widehat k$, $\overrightarrow {{F_3}\,}  = 9\widehat i + \widehat j + 18\widehat k$ અને $\overrightarrow {{F_4}} \, = \,\widehat i + 2\widehat j - 18\widehat k$ તો આ બળોની અસર નીચે કણ કયા સમતલમાં ખસશે ?

નીચે આપેલ યાદીમાંથી બે અદિશ રાશિઓ ઓળખી બતાવો : બળ, કોણીય વેગમાન, કાર્ય, વિદ્યુતપ્રવાહ, રેખીય વેગમાન, વિધુતક્ષેત્ર, સરેરાશ વેગ, ચુંબકીય ચાકમાત્રા, સાપેક્ષ વેગ

નીચે આપેલ પ્રત્યેક કથનને ધ્યાનપૂર્વક વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું :

$(a)$ કોઈ સદિશનું મૂલ્ય હંમેશાં અદિશ હોય છે.

$(b)$ કોઈ સદિશનો દરેક ઘટક હંમેશાં અદિશ હોય છે.

$(c)$ કોઈ કણ દ્વારા કરાયેલ અંતરની કુલ પથલંબાઈ હંમેશાં સ્થાનાંતર સદિશના મૂલ્ય જેટલી હોય છે.

$(d)$ કોઈ કણની સરેરાશ ઝડપ (કુલ પથલંબાઈ ભાગ્યા તે પથ કાપવા લાગેલો સમય) સમાન સમયગાળામાં કણના સરેરાશ વેગના મૂલ્યથી વધારે કે તેના જેટલી હોય છે.

$(e)$ ત્રણ સદિશો કે જે એક જ સમતલમાં નથી તેનો સરવાળો કદાપી શૂન્ય સદિશ થતો નથી.

યામ પધ્ધતિમાં એક કણના યામ $(3, 2, 5)$ હોય તો તેનો સ્થાન સદીશ કેટલો થાય?