આકૃતિમાં એક મોલ દ્વિ-પરમાણ્વીય વાયુ નમૂના ઉપર ચક્રીય પ્રક્રિયા $ABCDA$ દર્શાવેલ છે. પ્રક્રિયા ${A} \rightarrow {B}$ અને ${C} \rightarrow {D}$ દરમિયાન વાયુનું તાપમાન અનુક્રમે ${T}_{1}$ અને ${T}_{2}\left({T}_{1}\,>\,{T}_{2}\right)$ છે. જો પ્રક્રિયાઓ $BC$ અને $DA$ સમોષ્મી હોય તો નીચે આપેલમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
સમતાપી અને સમોષ્મી પ્રક્રિયાના આલેખનો ઢાળ વચ્ચેનો સંબંધ નીચે પૈકી કયો છે?
એક પરમાણ્વિક વાયુ માટે સમોષ્મી પ્રક્રિયા માટે દબાણ $P$ તાપમાન $T$ સાથે $P \propto {T^C}$ સંબંધ ધરાવે, જ્યારે $C$ કોને બરાબર હશે?
$ {V_0} $ કદ ધરાવતા સમોષ્મી નળાકાર પાત્રને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા પિસ્ટન વડે બે સમાન ભાગમાં વિભાજીત કરેલ છે.ડાબી બાજુમાં $P_1$ દબાણે અને $T_1$ તાપમાને, જયારે જમણી બાજુમાં $P_2$ દબાણે અને $T_2$ તાપમાને આદર્શ વાયુ $ ({C_P}/{C_V} = \gamma ) $ ભરેલ છે.પિસ્ટનનું સૂક્ષ્મ સ્થાનાંતર $x$ જમણી બાજુ કરાવીને છોડી દેતાં સમતોલનમાં આવે, ત્યારે બંને ભાગનું દબાણ કેટલુ થાય?
$1$ વાતાવરણ દબાણે $1 mm^{3} $ કદ ધરાવતા વાયુને તાપમાન $27°C$ થી $627°C$ સુધી દબાવવામાં આવે છે. સમોષ્મી પ્રક્રિયા પ્રમાણે અંતિમ દબાણ કેટલું હશે ? (વાયુ માટે $\gamma = 1.5$)