- Home
- Standard 11
- Physics
નિયમિત પ્રવેગી ગતિ માટે વેગ $v \to $ સમય $t$ ના આલેખો દોરો અને સમજાવો.
Solution

નિયમિત પ્રવેગી ગતિ માટે વેગ $v \rightarrow$ સમય $t$ ના આલેખો નીચે દર્શાવ્યા છે.
પદાર્થ ધન પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ કરે તો આલેખ ( $a$ ) મળે.
પદાર્થ ઋણ પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ કરે તો આલેખ $(b)$ મળે.
પદાર્થ ઋણ પ્રવેગ સાથે ઋણ દિશામાં ગતિ કરે તો આલેખ $(c)$ મળે.જે ઋણ$(x-)$દિશામાં વધતી ઝડપ દર્શાવે છે.
જે પદાર્થ ધન દિશામાં $t_{1}$ સમય સુધી ગતિ કરે અને પછી તેટલા જ ઋણ પ્રવેગ સાથે પાછો ફરે તેની ગતિ આલેખ $(d)$ દર્શાવે છે. આલેખ $(d)$ એ ઋણ પ્રવેગ સાથે ગતિ કરતો પદાર્થ છે કે જેની દિશા $t_{1}$ સમયે બદલાય છે.
$0$ થી $t_{1}$ સમય વચ્ચે તે ધન દિશામાં ગતિ કરે છે અને $t_{1}$ થી $t_{2}$ વચ્ચે તે વિરૂદ્ધ દિશામાં ગતિ કરે છે.
નિયમિત અચળ પ્રવેગથી ગતિ કરતાં પદાર્થના વેગ $\rightarrow$ સમયની લાક્ષણિક્તા એ છે કે આ આલેખ વડે નીચે ધેરાતું ક્ષેત્રફળ તે સમયગાળા માટે પદાર્થનું સ્થાનાંતર દર્શાવે છે.