એક કાર $X$ સ્થાનથી $Y$ સ્થાન સુધી અચળ ઝડપ $v_1$ અને પાછી $X$ સ્થાને અચળ ઝડપ $v_2$ થી આવે છે. તેની આ મુસાફરી દરમિયાનની સરેરાશ ઝડપ કેટલી થાય?
સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ પૈકી કોણ ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે ?
સરેરાશ ઝડપનું મૂલ્ય અને સરેરાશ વેગના મૂલ્યનો સંબંધ લખો.
ઉદાહરણ સહિત બંને તફાવત સ્પષ્ટ કરો.
$(a)$ કોઈ એક સમયગાળામાં સ્થાનાંતરનું માન (જેને ઘણી વાર અંતર પણ કહે છે.) અને કોઈ કણ દ્વારા આટલા જ સમયગાળામાં કાપેલ કુલ પથલંબાઈ
$(b)$ કોઈ એક સમયગાળામાં સરેરાશ વેગનું માન અને એટલા જ સમયગાળા માટે સરેરાશ ઝડપ [આપેલ સમયગાળા માટે કણની સરેરાશ ઝડપને કુલ પથલંબાઈ અને સમયગાળાના ગુણોત્તર વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.]
$(a)$ અને $(b)$ બંને માટે દર્શાવો કે બીજી રાશિ પ્રથમ રાશિ કરતાં મોટી કે તેના જેટલી જ છે. સમાનતાનું ચિહ્ન ક્યારે સાચું હશે ? [સરળતા માટે ગતિને એક પારિમાણિક ગતિ લો.].
સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સમજાવો.