- Home
- Standard 12
- Biology
નિયંત્રિત ક્રોસ પરાગનયન માટેનાં તબક્કાની સૂચિ બનાવો. કાકડીના છોડમાં પુંકેસર દૂર કરવાની જરૂર પડશે ? તમારા જવાબ માટેનાં કારણો જણાવો.
Solution
નિયંત્રિત ક્રૉસ પરાગનયન માટેના તબક્કા નીચે પ્રમાણે છે :
$(i)$ ઇચ્છિત લક્ષણો ધરાવતાં પિતૃની પસંદગી
$(ii)$ વંધ્યીકરણ. દા.ત., જો માદા પિતૃમાં દ્વિલિંગી પુષ્પો હોય તો સ્ફોટન પહેલા પુંકેસરને ફોરસેપથી દૂર કરવા.
$(iii)$ કોથળી બાંધવી. દા.ત., વંધ્યીકૃત પુષ્પને યોગ્ય કદની કોથળીથી (સામાન્ય રીતે બટર પેપરથી) આવૃત્ત કરવા જેથી પરાગાસન અનિચ્છિત પરાગરજથી પ્રદૂષિત ના થાય.
$(iv)$ જયારે કોથળી ચઢાવેલ પુષ્પનું પરાગાસન પ્રવેશશીલતા યોગ્ય બને ત્યારે નર પિતૃમાંથી એકત્ર કરાયેલ પરાગરજનો છંટકાવ.
$(v)$ ફરી પુષ્પને કોથળી ચઢાવી, ફળના નિર્માણને થવા દેવું. કાકડીના છોડમાં હંમેશાં વંધ્યીકરણની જરૂર હોતી નથી. તેની જરૂર દ્વિલિંગી પુષ્પમાં સ્વ-પરાગનયન રોકવા માટે હોય છે. કાકડીમાં સામાન્ય રીતે એકલિંગી પણ ક્યારેક દ્વિલિંગી પુષ્પ ઉત્પન્ન થતાં હોય છે, છે.