5.Morphology of Flowering Plants
easy

દ્વિદળી બીજની રચના સમજાવો.

Option A
Option B
Option C
Option D

Solution

$\Rightarrow$ બીજનું સૌથી બહારનું, બીજને ઢાંકતું આવરણ એ બીજાવરણ છે.

$\Rightarrow$ બીજાવરણ બે સ્તરો ધરાવે છે, બહારનું બાહ્યબીજાવરણ (Testa) અને અંદરનું અંતઃબીજાવરણ ('regmen),

$\Rightarrow$ બીજકેન્દ્ર (Hilum) એ બીજાવરણ પર ચાઠા (Scar) જેવી રચના છે જે વિકાસ પામતા બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે.

$\Rightarrow$ બીજકેન્દ્ર ઉપર નાના છિદ્ર જેવી રચનાને બીજ છિદ્ર (Micropyle) કહે છે,

$\Rightarrow$ બીજાવરણની અંદર ભૂણ હોય છે જે ભૂણીય ધરી અને બે બીજપત્રો ધરાવે છે. બીજપત્રો ઘણીવાર માંસલ અને સંચિત ખોરાક દ્રવ્યોથી ભરેલાં હોય છે.

$\Rightarrow$ ભૂણધરીના એક છેડે ભૃણમૂળ (આદિમૂળ) અને બીજા છેડે ભૂણાગ્ર (પ્રાંકુર) હોય છે.

$\Rightarrow$ એરંડી જેવા કેટલાંક બીજોમાં બેવડા ફલનને પરિણામે ભૂણપોષ (Endosperm)નું નિર્માણ થાય છે જે ખોરાક સંગ્રાહક પેશી છે.

$\Rightarrow$ વાલ, વટાણા અને ચણા જેવી વનસ્પતિઓમાં પરિપક્વ બીજોમાં ભૂણપોષ ગેરહાજર હોય છે. આવા બીજને અભૂણપોષી બીજ(Non-endospermic Seed) કહે છે

Standard 11
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.