- Home
- Standard 11
- Biology
બીજ $( \mathrm{The\,\, seed} )$ એટલે શું ? એકદળી અને દ્વિદળી બીજની રચના આકૃતિ સહિત વર્ણવો.
Solution
$\Rightarrow$ બીજ : ફલિત અંડકને બીજ કહે છે,
$\Rightarrow$ બીજ બીજાવરણ અને ભૂણ (Embryo) નું બનેલું છે. .
$\Rightarrow$ ભૂણ એ ભૃણમૂળ, ભૂધરી અને એક બીજપત્ર (ઘઉં – Wheat અને મકાઈ – Maize) કે બે બીજપત્રો (ચણા – Gram અને વટાણા – peaનો બનેલો છે.
$(a)$ દ્વિદળીઓના બીજની રચના (Structure of a Dicotyledonous Seed) :
$\Rightarrow$ બીજનું સૌથી બહારનું, બીજને ઢાંકતું આવરણ એ બીજાવરણ છે.
$\Rightarrow$ બીજાવરણ બે સ્તરો ધરાવે છે. બહારનું બાહ્યબીજાવરણ (Testa) અને અંદરનું અંતઃબીજાવરણ (Tegmen).
$\Rightarrow$ બીજકેન્દ્ર (Hilum) એ બીજાવરણ પર ચાઠા (Scar) જેવી રચના છે. જે વિકાસ પામતા બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે.
$\Rightarrow$ બીજકેન્દ્ર ઉપર નાના છિદ્ર જેવી રચનાને બીજ છિદ્ર (Micropyle) કહે છે.
$\Rightarrow$ બીજાવરણની અંદર ભૂણ હોય છે જે ભૂણીય ધરી અને બે બીજપત્રો ધરાવે છે. બીજપત્રો ઘણીવાર માંસલ અને સંચિત ખોરાક દ્રવ્યોથી ભરેલાં હોય છે.
$\Rightarrow$ ભૂણધરીના એક છેડે ભૃણમૂળ (આદિમૂળ) અને બીજા છેડે ભૂણાગ્ર (પ્રાંકુર) હોય છે.
$\Rightarrow$ એરંડી જેવા કેટલાંક બીજોમાં બેવડા ફલનને પરિણામે ભૂણપોષ (Endosperm)નું નિર્માણ થાય છે જે ખોરાક સંગ્રાહક પેશી છે.
$\Rightarrow$ વાલ, વટાણા અને ચણા જેવી વનસ્પતિઓમાં પરિપક્વ બીજોમાં ભૂણપોષ ગેરહાજર હોય છે. આવા બીજને અધૂણપોષી બીજ (Non-endospermic Seed) કહે છે.
$(b)$ એકદળી બીજની રચના (Structure of a Monocotyledonous seed):
$\Rightarrow$ સામાન્ય રીતે, એકદળીઓનાં બીજ ભૂણપોષી છે. પરંતુ ઑર્કિડ જેવા કેટલાંકમાં અભૂણપોષી છે.
$\Rightarrow$ મકાઈ જેવી ધાન્ય વનસ્પતિઓના બીજમાં બીજાવરણ એ પાતળાં (ત્વચીય) છે અને સામાન્યતઃ ફળની દીવાલ સાથે જોડાયેલા છે
$\Rightarrow$ ભૂણપોષ જથ્થામય છે અને ખોરાકસંગ્રહ કરે છે.