5.Morphology of Flowering Plants
easy

મૂળના પ્રદેશો $( \mathrm{Regions \,\,of \,\,The \,\,Root} )$ વિશે આકૃતિસહ સમજાવો.

Option A
Option B
Option C
Option D

Solution

$\Rightarrow$ મૂળટોપ : મૂળ તેની ટોચના ભાગે મૂળટોપ (Root Cap) કહેવાતી અંગુલિત (અંગુઠી) જેવી રચના દ્વારા આવૃત છે. તે મૂળ જમીનમાં આગળ વૃદ્ધિ પામે ત્યારે તેની નાજુક ટોચને રક્ષણ આપે છે.

$\Rightarrow$ વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ (Region of Meristematic Activity) : આ પ્રદેશના કોષો ખૂબ જ નાના, પાતળી દીવાલ અને ઘટ્ટ જીવરસ ધરાવે છે. તેઓ વારંવાર વિભાજન પામે છે.

$\Rightarrow$ વિસ્તરણ પ્રદેશ (Region of Elongation) : વર્ધમાનશીલ પ્રદેશની નજીકના (Proximal) કોષો ત્વરિત પ્રલંબન (વિસ્તરણElongation) પામે છે અને મૂળની લંબાઈમાં વૃદ્ધિ માટે જવાબદાર છે.

$\Rightarrow$મૂળરોમ : કેટલાંક અધિસ્તરીય કોષો ખૂબ જ બારીક અને નાજુક, દોરી જેવી પાતળી રચનાઓ ધરાવે છે, જેને મૂળરોમ (Root Hairs) કહે છે. આ મૂળરોમ જમીનમાંથી પાણી અને દ્રવ્યોનું શોષણ કરે છે.

$\Rightarrow$ પરિપક્વન પ્રદેશ (Region of Maturation) : વિસ્તરણ પ્રદેશના કોષો ક્રમશઃ વિભૂદિત અને પરિપક્વ થાય છે. વિસ્તરણ પ્રદેશના નિકટવર્તી વિસ્તારને પરિપક્વન પ્રદેશ (Region of Maturtion) કહે છે.

Standard 11
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.