બોરોન $(B)$ સમૂહનાં તત્ત્વોની પરમાણ્વીય ત્રિજ્યા સમજાવો.
આ સમૂહના તત્તોમાં પરમાણુક્રમાંક વધે તેમ નવો કોશ ઉમેરાય છે. તેથી કેન્દ્ર અને બાહ્યતમ કોશના ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે છે. પરિણામે ત્રિજ્યા વધે છે.
આ જ પ્રમાણે આયનીય ત્રિજ્યા માટે પણ પરમાણુક્રમાંક વધે તેમ આયનીય ત્રિજ્યા પણ વધે છે.
$\mathrm{Ga}$ ની પરમાણ્વીય ત્રિજ્યા $\mathrm{Al}$ ની પરમાણ્વીય ત્રિજ્યા કરતાં ઓછી હોય છે, કારણ ke અહી ગેલિયમની ઇલેક્ટ્રોનીય રચનામાં $d$-કક્ષકો આવેલા છે. જ્યારે એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોનીય રચનામાં $d$-કક્ષકો આવેલી નથી.
$Ga$ માં રહેલા વધારાના $10 d$ ઈલેક્ટ્રોન બાહ્યતમ ઈલેક્ટ્રોન માટે તેમાં વધેલા કેન્દ્રીય વીજભાર પ્રત્યે માત્ર નબળી સ્ક્રિનિંગ (આવરણ) અસર દર્શાવે છે. પરિણામે ગેલિયમની પરમાણ્વીય ત્રિજ્યા $(135\,pm)$ એલ્યુમિનિયમની પરમાણ્વીય ત્રિજ્યા $(143\,pm)$ કરતાં ઓછી હોય છે.
જોકે આયનીય ત્રિજ્યા માટે નિયમિત વલણ જેવા મળે છે.
સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો. નીચે આપેલ વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:
સૂચિ $I$ | સૂચિ $II$ |
$A.$ $M$ $P$ $[\mathrm{K}]$ |
$I.$ $\mathrm{Tl}>\mathrm{In}>\mathrm{Ga}>\mathrm{Al} > \mathrm{B}$ |
$B.$ આયનિક ત્રિજ્યા $\left[\mathrm{M}^{+3} / \mathrm{pm}\right]$ |
$II.$ $\mathrm{B}>\mathrm{Tl}>\mathrm{Al} \approx \mathrm{Ga} > \mathrm{In}$ |
$C.$ $\Delta_{\mathrm{i}} \mathrm{H}_1 $ $ [\mathrm{~kJ} \mathrm{~mol}^{-1}]$ | $III.$ $\mathrm{Tl}>\mathrm{In}>\mathrm{Al}>\mathrm{Ga} > \mathrm{B}$ |
$D.$ પરમાણ્વીય ત્રિજ્યા $[pm]$ | $IV.$ $\mathrm{B}>\mathrm{Al}>\mathrm{Tl}>\mathrm{In} > \mathrm{Ga}$ |
ઉભયગુણી હાઇડ્રોક્સાઇડની જોડ નીચેનામાંથી કઇ છે ?
આવર્ત કોષ્ટકના $13$ માં સમૂહમાં રહેલા તત્વ માટે નીચેનામાંથી શું સાચું છે ?
જ્યારે બોરેક્ષને $CoO$ સાથે પ્લેટિનમ તારની કડી ઉપર ગરમ કરતા વાદળી રંગનો મણકો પ્રાપ્ત થાય છે, તેના માટેનું મોટાભાગે કારણ......
$B_2H_6$ માં $2-$ કેન્દ્ર $-2-$ ઇલેક્ટ્રોન અને $3-$ કેન્દ્ર $-2-$ ઇલેક્ટ્રોન બંધની સંખ્યા અનુક્રમે ..........