- Home
- Standard 12
- Physics
પ્રયોગશાળામાં વપરાતા મીટરબ્રિજની રચના સમજાવો.
Solution

સમાન આડછેદનું ક્ષેત્રફળ અને સમાન વિશિષ્ટ અવરોધ ધરાવતા $1\,m$ લંબાઈના તારને લાકડાના પાટિયા પર ખેંચીને બે કાટખૂણે વાળેલી જાડી ધાતુની પટ્ટીઓ સાથે બાંધવામાં આવે છે.
આકૃતિમાં બતાવ્યા અનુસાર બંને બાજુ ખાલી જગ્યા (ગેપ) રહે તેમ એક ધાતુની પટ્ટી જડેલી હોય છે. આ જડેલી પટ્ટીઓના છેડે જોડાણ અગ્રો હોય છે.
તારના બે $G$ છેડાઓ સાથે બેટરી, વીજ કળ જોડેલી હોય છે. ક્યારેક વિદ્યુતપ્રવાહના નિયમન માટે રિહોસ્ટેટ જોડેલું હોય છે.
ગેલ્વેનોમીટર એક છેડો બે ગેપની વચ્ચે આવેલી જાડી ધાતુની પટ્ટીના મધ્યમાં રાખેલા જોડાણા અગ્ર સાથે જોડવામાં આવે છે અને ગેલ્વેનોમીટરના બ્રિજ છેડાને જોકી સાથે જોડવામાં આવે છે. આ જોકી એ મીટર બ્રિજના તાર સાથે સંપર્ક રાખીને સરકાવી શકાય છે.
ગેલ્વેનોમીટર એક છેડો બે ગેપની વચ્ચે આવેલી જાડી ધાતુની પટ્ટીના મધ્યમાં રાખેલા જોડાણ અગ્ર સાથે જોડવામાં આવે છે અને ગેલ્વેનોમીટરના બ્રિજ છેડાને જોકી સાથે જોડવામાં આવે છે. આ જોકી એ મીટર બ્રિજના તાર સાથે સંપર્ક રાખીને સરકાવી શકાય છે.