- Home
- Standard 11
- Physics
ગતિક ઘર્ષણ સમજાવો, ગતિક ઘર્ષણના નિયમો લખો અને ગતિક ઘર્ષણાંકની વ્યાખ્યા આપી તેના મૂલ્યનો આધાર શેના પર છે તે લખો.
Solution

જ્યારે સપાટી પર રહેલા પદાર્થ પર, સપાટીને સમાંતર લાગતાં બાહ્ય બળનું મૂલ્ય મહત્તમ સ્થિતિ ધર્ષણ બળ કરતાં વધી જાય, તો તે પદાર્થ પર લાગતાં બાહ્ય બળની દિશામાં ગતિ કરવા લાગે છે. તેથી ધર્ષણ બળ મહત્તમ સ્થિત ધર્ષણે બળથી ધટવા લાગે છે.
સંપર્કમાં રહેલી સપાટીઓની સાપેક્ષગતિનો વિરોધ કરતાં ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ કહે છે અને તેને $f_{k}$ વડે દર્શાવવામાં આવે છે.
ગતિક ઘર્ષણ બળના નિયમો :
$(1)$ ગતિક ધર્ષણ બળ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી.
$(2)$ ગતિક ધર્ષણ બળ, પદર્થના સાપેક્ષ વેગ પર આધારિત નથી.
$(3)$ ગતિક ઘર્ષણ બળ,લંબ બળના સમપ્રમાણમાં છે.
$\therefore f_{k} \propto N$
$\therefore f_{k}=\mu_{k} N$
જ્યાં $\mu_{k}$ ને ગતિક ધર્ષણાંક કહે છે જે પરિમાણરહિત છે.
ગતિક ધર્ષણાંકના મૂલ્યનો આધાર સંપર્કમાં રહેલ સપાટીઓના પ્રકાર અને દ્રવ્યની જાત પર આધાર રાખે છે.
$f_{s}>f_{k}$ હોવાથી $\mu_{s}>\mu_{k}$ કારણ કે એક્વાર સાપેક્ષ ગતિ શરૂ થાય પછી ગતિના બીજા નિયમ પરથી પદાર્થનો પ્રવેગ $\frac{ F -f_{k}}{ m }$ હોય છે.
અચળ વેગથી ગતિ કરતાં પદાર્થ માટે $F =f_{k}$ છે.
જો પદાર્થ પર લગાડેલું બળ દૂર કરવામાં આવે, તો તેનો પ્રવેગ $-\frac{f_{k}}{m}$ થાય છે તેથી તે અમુક અંતર કાપીને અટકી જય છે.
$\mu_{k}<\mu_{s}$