$1\mathrm{s}$ કક્ષકો વડે રચાતી આણ્વીય કક્ષકોનો ઊર્જા આલેખ અને તેમની રચના આકૃતિથી સમજાવો.
બે પરમાણુઓ (દા.ત. હાઇડ્રોજન)નાં $1 s$ કક્ષકોનું રેખીય સંગઠન બે આણ્વીય કક્ષકો બનાવે છે. જે $\sigma_{1 s}$ અને $\sigma_{1 s}^{*}$ તરીકે ઓળખાય છે.
$\sigma_{1 s}$ તે બંધકારક આણ્વીય કક્ષક $(BMO)$ અને $\sigma_{1 s}^{*}$ તે બંધપ્રતિકારક, આણ્વીય કક્ષક $(ABMO)$ છે.
$\sigma_{1 s}$ ની ઊર્જા $<$ પરમાણ્વીય કક્ષક $1 s$ ની ઊર્જા $<$ $\sigma_{1 s}^{*}$ ની ઊર્જા હોય છે.
$\left(\sigma_{1 s}\right.$ ની ઊર્જા $+\sigma_{1 s}^{*}$ ની ઊર્જા ) = (બે $1 s$ ની ઊર્જનો સરવાળો)
$1 s, \sigma_{1 s}$ અને $\sigma_{1 s}^{*}$ ની ઊર્જાનો આલેખ નીચે મુજબ છે.
જ્યાં,$MO =$ આણ્વીય કક્ષકો,$\sigma_{1 s}= BMO$
$AO =$ પરમાણ્વીય કક્ષકો , $\sigma_{1 s}^{*}= ABMO$
બે $1 s$ નાં સંમિશ્રણથી રચાતી બે $MO \sigma_{1 s}$ તથા $\sigma_{1 s}^{*}$ ની આકૃતિ નીચે મુજબ છે.
${{\rm{O}}_2}$ માંથી $ {\rm{O}}_2^ + $ બને અને ${{\rm{N}}_2}$ માંથી ${\rm{N}}_2^ + $ બને ત્યારે બંધક્રમાંક વધે કે ઘટે ? તે જણાવો ?
આણ્વીય કક્ષકોની રચના માટે પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠન માટે અગત્યની શરતો લખો.
$1{\rm{s}} - 1{\rm{s}}$ અને $1{\rm{s}} - 2{\rm{s}}$ માંથી કયાનું સંગઠન આણ્વીય કક્ષક ન આપે ? શાથી ?
${N_2}$ અને ${O_2}$ ને અનુક્રમે $N_2^ + $ અને $O_2^ + $ ધનાયનમાં રૂપાંતરિત કરાય છે ,નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
કયો પરમાણુ કે જેમાં સંકરણ $MOs$ કેન્દ્રિય અણુની માત્ર એક $d-$ કક્ષા ધરાવે છે?