અન્યોન્ય પ્રેરકત્વ માટેનું સૂત્ર એકબીજાની નજીક રાખેલાં ગૂંચળા માટે મેળવો. આ વાક્ય સમજાવો
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ગૂંચળ $C _{2}$ માંથી વહેતા પ્રવાહમાં ફેરફાર કરવાથી ગૂંચળા $C _{1}$ ના સ્થાને પ્રેરિત $emf$ ઉત્પન્ન થશે.
જો $C _{1}$ ગૂંચળાના આંટા $N _{1}$ હોય, તો તેની સાથે સંકળાયેલ ફલક્સ $N _{1} \phi_{1}$ હોય તો,
$N _{1} \phi_{1} \propto I _{2}$
$\therefore N _{1} \phi_{1}= MI _{2}$
બંને બાજુનુ સમયની સાપેક્ષે વિક્લન કરતાં,
$\frac{d\left( N _{1} \phi_{1}\right)}{d t}= M \frac{d I _{2}}{d t}$
પણ ફેરેડેના નિયમ પરથી,
$-\varepsilon= M \frac{d I _{2}}{d t}$
$\therefore \varepsilon =- M \frac{d I _{2}}{d t}$
આમ, નજીકમાં રાખેલાં ગૂંચળા પૈકી કોઈ એકમમાં વિદ્યુતપ્રવાહ બદલાય તો બીજા ગુંચળામાં $emf$ પ્રેરિત થાય છે. આ પ્રેરિત $emf$ નું મૂલ્ય વિદ્યુતપ્રવાહના ફેરફરના દર અને બે ગૂંચળાના અન્યોન્ય પ્રેરકત્વના મૂલ્ય પર આધારિત છે.
$2000$ જેટલાં આંટા ધરાવતાં સોલેનોઈડની લંબાઈ $0.3\; m$ છે. તથા તેનો આડછેદ $1.2 \times 10^{-3}\; m ^2$. તેનાં કેન્દ્રની આજુબાજુમાં $300$ આંટા ધરાવતી બીજી કોઈલને ગોઠવવામાં આવે છે. તથા પ્રારંભિક વિદ્યુત પ્રવાહ $0.25 \;s$ માટે $2 \;A$ હોય છે. તે કોઈલમાં પ્રેરીત $emf$ .... $mV$
એક આંટો ધરાવતી $a$ બાજુવાળી ચોરસ લૂપને બીજા $b(b \gg a)$ બાજુવાળી ચોરસ લૂપની અંદર સમકેન્દ્રિય રીતે મુકેલ છે. જો $b$ બાજુવાળી ચોરસ લૂપની અંદર $I$ પ્રવાહ પસાર કરવામાં આવે તો આ બંને લૂપ વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ કેટલું થાય?
$\ell$ લંબાઈની બાજુ ધરાવતી એક નાની ચોરસ લુપને, $L$ લંબાઈની બાજુ ધરાવતી એક મોટી ચોરસ લુપની અંદર મૂકેલી છે. $\left(\mathrm{L}=\ell^2\right)$ આ બંને લુપના કેન્દ્રો સંપાત થાય છે તથા બંને લુપ એક જ સમતલમાં છે. આપેલ તંત્રનું અન્યો અન્ય પ્રેરક્ત્વ $\sqrt{\mathrm{x}} \times 10^{-7} \mathrm{H}$ હોય તો $\mathrm{X}=\ldots . . .$.
પ્રાથમિક ગૂંચળામાં $0.01\,s$ માં પ્રવાહ $2\,amperes$ થી ઘટાડીને શૂન્ય કરતાં ગૌણ ગૂંચળામાં ઉદભવતો $e.m.f.$ $1000\,V$ હોય તો બન્ને ગૂંચળા વચ્ચે અનોન્ય પ્રેરકત્વ ......$H$
સમાન લંબાઈ $l$ ના બે લાંબા સમકેન્દ્રીય સોલેનોઇડ છે. ક્રમશઃ અંદર અને બહારનાં ગુંચળાની ત્રિજ્યા $r_1$ અને $r_2$ અને પ્રતિ એકમ લંબાઈ આંટાવોની સંખ્યા $n_1$ અને $n_2$ છે. અંદરના ગુંચળાનો અન્યોન્ય પ્રેરણ થી આત્મપ્રેરણનું ગુણોત્તર _____ થાય.