દ્રવ્યનું કણ-તરંગ (દ્વૈત) સ્વરૂપ સમજાવો.
વિદ્યુતચુંબકીય વિકિરણ એટલે વ્યાપક રૂપે પ્રકાશ એ ક્ણા-તરંગ (દ્વૈત) સ્વરૂપ ધરાવે છે.
પ્રકાશને લગતી ઘટનાઓ જેવી કે વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવનને સમઝવવા પ્રકાશનું તરંગ સ્વરૂપ અનિવાર્ય છે.
એટલે કે પ્રકાશ તરંગ સ્વરૂપી જ આ ધટનાઓ સમજાવી શકાય છે.
બીજી બાજુ, ફોટોઇલેક્ટ્રિક અસર અને કોમ્પ્ટન અસર એ પ્રકાશના ક્ણ સ્વરૂપ વડે જ સમજાવી શકાય છે.
આમ, પ્રકાશ જ્યારે ગતિમાં હોય ત્યારે તરંગ સ્વરૂપે વર્તે છેઅને તેનું શોષણ અને ઉત્સર્જન કણ સ્વરૂપે થાય છે.
આમ, પ્રકાશ દ્વૈત સ્વભાવ ધરાવે છે.
શું ફોટોન્સનું શોષણ કરતાં બધાં જ ઇલેક્ટ્રોન્સ, ફોટો ઇલેક્ટ્રોન્સ સ્વરૂપે ઉત્સર્જન પામશે ?
બે પ્લેટ વચ્ચેનું અંતર $1\ cm$ અને વોલ્ટેજ તફાવત $1000\ V$ છે.ચુંબકીયક્ષેત્ર $B = 1\ T$ છે ઇલેકટ્રોન વિચલન વગર પસાર થતો હોય,તો તેનો વેગ કેટલો હશે?
સ્થિર સ્થિતિમાં રહેલ એક વસ્તુ $20\,mW$ પાવર (કાર્યત્વારા) ધરાવતા અને $300\,ns$ સમયગાળો ધરાવતા પ્રકાશ સ્પંદનનું શોષણ કરે છે.પ્રકાશની ઝડપ $3 \times 10^8\,m/s$ ધારતાં વસ્તુનું વેગમાન $........\times 10^{-17} kg\,m / s$ ને બરાબર થશે.
એક પ્રોટોન ઈલેક્ટ્રોન કરતાં $1840$ ગણો ભારે છે. જ્યારે તે $1\ kV$ ના સ્થિતિમાનના તફાવત પ્રવેગિત કરવામાં આવે તો તેની ગતિ ઊર્જા કેટલા ................ $keV$ હશે?
વ્યવહારમાં એવાં દ્રવ્યો છે જેઓ ટૂંકી તરંગલંબાઈવાળા ફોટોન્સનું શોષણ કરી વધુ તરંગલંબાઈવાળા ફોટોન્સનું ઉત્સર્જન કરે છે. શું એવા સ્થાયી પદાર્થો મળી શકે જેઓ વધુ તરંગલંબાઈવાળા ફોટોન્સનું શોષણ કરી ઓછી તરંગલંબાઈવાળા ફોટોન્સનું ઉત્સર્જન કરે ?