પાતળા પ્રિઝમથી સમતલ તરંગનું વક્રીભવન સમજાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આકૃતિમાં કોઈ એક ક્ષણે પ્રિઝમ પર આપત થતું સમાંતર કિરણજૂથ અને તેને અનુરૂપ એક સમતલ તરંગઅંગ્ર $A _{1} B _{1}$ એ કિરણોને લંબરૂપે છે અને નિર્ગમન કિરણ જૂથના તરંગઅગ્ર $A _{2} B _{2}$ ને વડે દર્શાવ્યું છે.

અહીં $B _{1}$ થી $B _{2}$ સુધીના માર્ગની લંબાઈ $A _{1}$ થી $A _{2}$ સુધીના માર્ગની લંબાઈ કરતાં વધારે છે.

વાસ્તવમાં પ્રિઝમમાં $A_{1}$ થી $A_{2}$ સુધીનો માર્ગ $B_{1}^{\prime}$ થી $B_{2}^{\prime}$ સુધીના માર્ગ કરતાં મોટો છે.

પ્રિઝમમાં પ્રકાશનો વેગ, હવામાંના વેગ કરતાં ઓછો છે તેથી પ્રકાશને $A _{1}$ થી $A _{2}$ સુધી જતાં વધારે સમય લાગે છે. પરિણામે $A _{2}$ બિંદુ $B _{2}$ ની સરખામણીએ પાછળ રહી જાય છે. તેથી નિર્ગમન તરંગઅગ્ર થોડું નમેલું હોય છે.

906-s50

Similar Questions

તરંગ પ્રસરણ માટે ગોળાકાર તરંગઅગ્રનો ઉપયોગ સમજાવો.

હાઈગેન્સના સિદ્ધાંતની મદદથી ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં સમતલ તરંગનું વક્રીભવન સમજાવો.

ઉનાળાની ગરમ રાત્રે હવાનો વક્રીભવનાંક જમીનની નજીક લઘુતમ હશે અને જમીનથી ઉપર ઊંચાઇ સાથે વધતો જોય છે.હાઇગેનના સિદ્વાંત પરથી આપણે તારણ કાઢી શકીએ કે જયારે પ્રકાશ કિરણને સમક્ષિતિજ દિશામાં આપાત કરતાં,તે જયારે પ્રસરતું હોય ત્યારે કિરણપુંજ ________

  • [JEE MAIN 2015]

ગૌણ તરંગો માટે હાઈગેનનો સિદ્ધાંત .......શોધવા ઉપયોગમાં લઈ શકાય.

એક ઘટ્ટ માધ્યમ કે જેનો વક્રીભવનાંક $1.414$  છે, તેનાં પર $45^o$ ના ખૂણે પ્રકાશનું એક પુંજ આપાત થાય છે. આ માધ્યમમાં વક્રીભૂત પુંજની પહોળાઇ અને હવામાં આપાત પુંજની પહોળાઇઓનો ગુણોત્તર કેટલો થાય?

  • [NEET 2017]