1.Sexual Reproduction in Flowering Plants
medium

ફળની રચના સમજાવી તેના પ્રકારો વિશે માહિતી આપો.

Option A
Option B
Option C
Option D

Solution

ફલાવરણ (pericarp) $:$ અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં રૂપાંતર થાય છે. એટલે કે અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં વિકાસ થવાની ક્રિયા સાથે સાથે થાય છે. બીજાશયની દીવાલ ફળની દીવાલમાં વિકાસ પામે છે. જેને ફલાવરણ (pericarp) કહે છે.

ફળ (Fruit)ના પ્રકારો $:$ ફળ માંસલ (ઉદાહરણ $:$ જામફળ, નારંગી, કેરી વગેરે) અથવા શુષ્ક (ઉદાહરણ $:$ મગફળી અને રાઈ વગેરે) હોય છે. ઘણાં ફળો બીજા વિકિરણની ક્રિયાવિધિ સાથે સંકળાયેલ હોય છે.

કૂટફળ $:$ મોટા ભાગની વનસ્પતિઓમાં સમય જતાં બીજાશયમાંથી ફળનો વિકાસ થાય છે. ત્યારે બાકીના પુષ્પીય ભાગો વિઘટન પામીને ખરી પડે છે. પરંતુ કેટલીક જાતિઓ જેવી કે સફરજન, સ્ટ્રોબેરી, કાજુ વગેરે પુષ્પાસન પણ ફળના નિર્માણમાં ફાળો આપે છે. આવાં ફળોને કૂટફળ (false fruit) કહે છે.

સત્યફળ $:$ મોટા ભાગનાં ફળો માત્ર બીજા શયમાંથી જ વિકાસ પામે છે તેમને સત્યફળ (true fruit) કહે છે.

અફલિત ફળો (parthenocarpic fruits) $:$ મોટા ભાગની જાતિઓમાં ફળ એ ફલનનું પરિણામ છે. છતાં થોડીક જાતિઓમાં ફળનું નિર્માણ ફલન વગર થાય છે. આવાં ફળોને અફલિત ફળો (parthenocarpic fruits) કહે છે. ઉદા. કેળુ, અફલિત ફળવિકાસ વૃદ્ધિ અંતઃસ્ત્રાવોથી પ્રેરી શકાય છે અને આવાં ફળ બીજવિહીન હોય છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.