12.Ecosystem
normal

વનસ્પતિઓનું અનુક્રમણ સમજાવો.

Option A
Option B
Option C
Option D

Solution

નૈસર્ગિક નિવાસસ્થાનોની પ્રકૃતિ પર આધારિત-ભલે તે પ્રાણી હોય કે ખૂબ જ શુષ્કવિસ્તારો હોય. વનસ્પતિઓના અનુક્રમણને અનુક્રમે જલ-આરંભી $(hydrarch)$ શુષ્ક-આરંભી $(xerarch)$ કહેવાય છે.

જલ-આારંભી અનુક્રમણ $(hydrarch succession)$ ખૂબ જ જલમગ્ન વિસ્તારોમાં થાય છે તથા અનુક્રમિત શ્રેણી જલીય $(hydric)$માંથી સંક્રમિત મધ્યમ જલ પરિસ્થિતિઓ $(mesic)$ તરફ આગળ વધે છે.

એનાથી વિરુધ્ધ, શુષ્ક-આરંભી અનુક્રમણ $(xerarch succession)$ શુષ્ક વિસ્તારોમાં હોય છે તથા તે અનુક્રમિત શ્રેણી જોતા $(xeric)$માંથી સંક્રમિત મધ્યમ જલ પરિસ્થિતિઓ $(mesic)$ તરફ વિકાસ પામે છે.

આમ, જલ-આરંભી અને શુષ્ક-આરંભી બન્ને અનુક્રમણો એ મધ્યમ જલ પરિસ્થિતિઓ તરફ દોરાય છે. નહિ કે અતિશય શુષ્ક (જિણી) તथા ન તો ખૂબ જ ભેજમય (જલમગ્ન) પરિસ્થિતિઓ તરફ.

જાતિ, જે ખુલ્લા વિસ્તાર પર અનુક્રમિત થાય છે તેને સ્થાપક જાતિ (પાયાની જાતિ-$pioneer species$) કહેવામાં આવે છે. સામાન્ય રીતે લાઈકેન ખડકો પર સૌપ્રથમ પ્રાથમિક અનુક્રમણ કરે છે કે જે ખડકને પિગાળવા (ઓગાળવા) માટે ઍસિડનો સ્રાવ કરવા સક્ષમ હોય છે અને અપક્ષયન તથા ભૂમિનિર્માણુમાં સહાયક બને છે.

ત્યાર પછી તે દ્વિઅંગીઓ જેવી ખૂબ જ નાની વનસ્પતિઓ માટેના વિકાસનો માર્ગ બનાવે છે, કે જેઓ ભૂમિની ઓછી માત્રામાં પણ પોતાની પક્કડ જકડી રાખવા સક્ષમ છે.

સમયની સાથે મોટી વનસ્પતિઓ દ્વારા સફળતાપૂર્વક તેમનું સ્થાન લેવાય છે અને પછી કેટલીક વધુ અવસ્થાઓ બાદ અંતે એક સ્થાયી ચરમાવસ્થા $(stable climax)$ વનસમાજ નિર્માંણ પામે છે.

જ્યાં સુધી પર્યાવરણ બદલાતું નથી ત્યાં સુધી તે ચરમાવસ્થા સમાજ લાંબા સમય માટે સ્થાયી રહે છે. સમયની સાથે શુષ્કોદભિદ વસવાટ મધ્યોદૃભિદ વસવાટમાં ફેરવાઈ જાય છે.

પાણીમાં પ્રાથમિક અનુક્રમણમાં, નાના વનસ્પતિપ્લવકો પાયાની જાતિઓ છે કે જેઓ સમય જતાં મૂળધારી નિમજિજત વનસ્પતિઓ દ્વારા પ્રતિસ્થાપિત થાય છે તથા મુક્ત રીતે તરતી વનસ્પતિઓ દ્વારા તેને અનુસરીને મૂળધારી તરતી આવૃત બીજધારીઓ પ્રતિસ્થાપિત થાય છે.

ત્યાર બાદ નરકૂલ અવસ્થા, ધાસમય ભીની જમીન, ગાડી-ઝાંખરામય અવસ્થા અને અંતે વૃક્ષો પ્રતિપ્રસ્થાપિત થાય છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.