- Home
- Standard 12
- Biology
નીચેના શબ્દોને ઉદાહરણ સહિત સમજાવો :
$(a)$ સહ-પ્રભાવિતા
$(b)$ અપૂર્ણ પ્રભુતા
Solution

સહ-પ્રભાવિતા એવી ઘટના છે જેમાં $F_1$ પેઢી બંને પિતૃઓને મળતી આવે છે. તેનું એક ઉદાહરણ મનુષ્યમાં $ABO$ રુધિરજૂથનું નિર્ધારણ કરવાવાળા વિભિન્ન પ્રકારના રક્તકણો છે. $ABO$ રુધિરજૂથનું નિયંત્રણ $I$ જનીન કરે છે.
રક્તકણનાં કોષરસસ્તરની સપાટી પરથી બહાર ઉપસેલ શર્કરા પોલીમર હોય છે અને આ પોલીમરનો પ્રકાર કયો હશે તે બાબતનું નિયંત્રણ જનીન $I$ દ્વારા થાય છે. આ જનીન $(I)$ ના ત્રણ એલેલ $I^A, I^B$ અને $i$ હોય છે. એલેલ $I^A$ અને એલેલ $I^B$ એકબીજાથી થોડીક જ અલગ પડતી શર્કરાનું ઉત્પાદન કરે છે અને $i$ એલેલ કોઈ પણ પ્રકારની શર્કરાનું ઉત્પાદન કરતું નથી.
કારણ કે મનુષ્ય દ્વિકીય સજીવ $(2n)$ છે. એટલા માટે પ્રત્યેક વ્યક્તિમાં આ ત્રણમાંથી બે પ્રકારના જનીન એલેલ હોય છે. $I^A$ અને $I^B$ એ સંપૂર્ણ રીતે $i$ ઉપર પ્રભાવી હોય છે. એટલે જ્યારે $I^A$ અને $i$ બંને હાજર હોય ત્યારે ફક્ત $I^A$ અભિવ્યક્ત થાય છે.
(કારણ કે $i$ કોઈ પણ શર્કરા ઉત્પન્ન કરતું નથી) અને જ્યારે $I^B$ અને $i$ હાજર હોય ત્યારે $I^B$ અભિવ્યક્ત થાય છે પણ જ્યારે $I^A$ અને $I^B$ બંને સાથે હાજર હોય ત્યારે બંને પોતપોતાની શર્કરાની અભિવ્યક્તિ કરે છે. આ ઘટના જ સહ-પ્રભાવિતા છે. આ કારણે રક્તકણોમાં $A$ અને $B$ બંને પ્રકારની શર્કરા હોય છે. ભિન્ન પ્રકારના એલેલ હોવાના કારણે $6$ સંયોજનો સંભવ બને છે.
અપૂર્ણ પ્રભુતા : જ્યારે વટાણા પરનો પ્રયોગ અન્ય વનસ્પતિઓમાંનાં અન્ય લક્ષણોની અભિવ્યક્તિ સંદર્ભમાં પુનરાવર્તિત કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે ક્યારેક $F_1$ માં એવા સ્વરૂપ પ્રકાર પ્રાપ્ત થાય છે જે બે પૈકી કોઈ પિતૃ સાથે મળતા આવતા નથી અને તેઓ વચગાળાના મળે છે.
શ્વાનપુષ્પ (Dog Flower) (Snapdragon અથવા Antirrhinum sp.) અપૂર્ણ પ્રભુતાના દષ્ટાંતને સમજવા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. શુદ્ધ સંવર્ધિત લાલ પુષ્પ $(RR)$ અને શુદ્ધ સંવર્ધિત સફેદ પુષ્પ $(rr)$ વચ્ચે સંકરણ કરાવવામાં આવ્યું.
પરિણામ સ્વરૂપે $F_1$ પેઢી ગુલાબી પુષ્પ $(Rr)$ વાળી પ્રાપ્ત થઈ (આકૃતિ). જ્યારે આ $F_1$ સંતતિનું સ્વફલન કરાવવામાં આવ્યું તેનાં પરિણામોનું પ્રમાણ $1$ $(RR)$ લાલ : $2$ $(Rr)$ ગુલાબી : $1$ $(rr)$ સફેદ હતું.
અહીં જનીન પ્રકાર પ્રમાણ એ જ હતું જે કોઈ પણ મેન્ડેલિયન એકસંકરણના પ્રયોગમાં સંભવિત હતું. પરંતુ સ્વરૂપ પ્રકાર પ્રમાણ $3:1$ પ્રભાવી : પ્રચ્છન્ન પ્રમાણ બદલાઈ ગયું હતું. આ ઉદાહરણમાં $R$ કારક એ $r$ કારક પર સંપૂર્ણ પ્રભાવી ન રહ્યું આથી લાલ $(RR)$ અને સફેદ $(rr)$ દ્વારા ગુલાબી $(Rr)$ પ્રાપ્ત થઈ ગયું.