Environmental Study
medium

નાઇટ્રોજનનાં ઓક્સાઇડ વડે ક્ષોભ-આવરણમાં પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે ? 

Option A
Option B
Option C
Option D

Solution

ડાયનાઇટ્રોજન અને ડાયઑક્સિજન હવાના મુખ્ય ઘટકો છે. સામાન્ય તાપમાને આ બંને વાયુઓ એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી.

ડાયનાઇટ્રોજન અને ડાયઑક્સિજન વાયુઓ જયારે વધુ ઊંચાઈએ વીજળીનો ચમકારો થાય ત્યારે એકબીજા સાથે જોડાઈને નાઇટ્રોજન ઑક્સાઇડ $(NO_2)$ બનાવે છે.

આ નાઇટ્રોજન ઓક્સાઇડ $(NO_2)$ નું ઑક્સિડેશન થઈ $NO_3^{-}$ બને છે, જે જમીનમાં પ્રવેશી ખાતર તરીકે કામ કરે છે. જયારે વાહનોમાં અશ્મિગત બળતણનું દહન થાય છે ત્યારે આ બંને વાયુઓ સંયોજાઈને નાઇટ્રિક ઑક્સાઈડ $(NO)$ અને નાઇટ્રોજન ડાયૉક્સાઇડ $(NO_2)$ ઉત્પન્ન કરે છે.

$\mathrm{N}_{2(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})} \stackrel{1483 \mathrm{~K}}{\longrightarrow} 2 \mathrm{NO}_{(\mathrm{g})}$

$NO$તરત જ ઑક્સિજન સાથે પ્રક્રિયા કરી $NO_2$ બનાવે છે.

$\mathrm{NO}_{(\mathrm{g})}+\mathrm{O}_{3(\mathrm{~g})} \rightarrow \mathrm{NO}_{2(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}$

નાઇટ્રોજન ઑક્સાઇડને કારણે ગીચતા અને ટ્રાફિકવાળા વિસ્તારોમાં લાલ ધૂંધળું વાતાવરણ સર્જાય છે.

$NO_2$ નું વધુ પ્રમાણ વનસ્પતિનાં પર્ણોને નુકસાન પહોંચાડી પ્રકાશસંશ્લેષણની ક્રિયા ધીમી પાડે છે.

$NO_2$ ફેફસાં માટે દાહક પદાર્થ છે. તે બાળકોમાં શ્વસનતંત્રના ગંભીર રોગ માટે પણ જવાબદાર છે. તે સજીવ પેશીઓને

નુકસાન પહોંચાડે છે.

તે ધાતુઓ અને કાપડના રેસાઓને પણ નુકસાન પહોંચાડે છે.

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.