Environmental Study
hard

કાર્બનનાં ઓક્સાઇડ વડે ક્ષોભ-આવરણને કેવી રીતે નુકસાન પહોંચે છે ?

Option A
Option B
Option C
Option D

Solution

$(i)$ કાર્બન મોનૉક્સાઇડની અસર :

કાર્બન મોનૉક્સાઇડ રંગવિહીન, વાસવિહીન, અતિગંભીર હવા પ્રદૂષક છે.

તે ઑક્સિજનને રોકવાની ક્ષમતા ધરાવતો હોવાથી સજીવસૃષ્ટિ માટે ભારે હાનિકારક છે.

કાર્બનના અપર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે. તે વાહનોમાંથી નીકળતા ધુમાડાઓમાં વધુ પ્રમાણમાં હોય છે. તે લાકડાં, કોલસા અને પેટ્રોલિયમ જેવા પદાર્થોનું અપૂર્ણ દહનથી પણ ઉત્પન્ન થાય છે. તે રુધિરમાં હીમોગ્લોબિન સાથે જોડાઈને કાબક્તિ હીમોગ્લોબિન સંકીર્ણ બનાવે છે, જે ઑક્સિ-હીમોગ્લોબિન કરતાં વધુ સ્થાયી છે.

આપણા રુધિરમાં કાર્બોક્સિહીમોગ્લોબિનનું પ્રમાણ $3$ થી $4\%$ જેટલું હોય છે, ત્યારે રુધિરમાં હીમોગ્લોબિનની ઑક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટતી જાય છે. જેના કારણે માથામાં દુખાવો, આંખની નબળાઈ, બેચેની, હૃદય અને રુધિરવાહિનીઓના કાર્યમાં ખલેલ પહોંચે છે. જેથી લોકોને ધૂમ્રપાન ન કરવાની સલાહ અપાય છે. સગર્ભા સ્ત્રીને ધૂમ્રપાનની આદત હોય તો તેના રુધિરમાં $CO$ નું પ્રમાણ વધી જાય છે. તેના કારણે કસુવાવડ, સ્વયંભૂ ગર્ભપાત અને બાળકમાં વિકૃતિ આવવાની શક્યતા વધી જાય છે.

$(i)$ કાર્બન ડાયોક્સાઇડની અસર : વાતાવરણમાં શ્વસન દરમિયાન, ઊર્જા મેળવવા માટે અશ્મિગત બળતણના દહનથી સિમેન્ટના ઉત્પાદન દરમિયાન ચૂનાના પથ્થરના વિઘટન દ્વારા અને જવાળામુખી ફાટી નીકળવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે.

કાર્બન ડાયોક્સાઇડ વાયુ માત્ર ક્ષોભ-આવરણમાં જ હોય છે. તેનું પ્રમાણ આશરે વાતાવરણના કદના $0.03\%$ જેટલું હોય છે. અશ્મિગત બળતણના વધુ ઉપયોગથી $CO_2$ નું પ્રમાણ વધે છે. જે વધુ પ્રમાણમાં લીલી વનસ્પતિ ઉછેરી ઘટાડી શકાય છે. લીલી વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને ઑક્સિજન મુક્ત કરે છે. જેના કારણે વાતાવરણમાં $CO_2$ અને $O_2$ નું પ્રમાણ જળવાઈ રહે છે. જંગલોને કાપવાથી અને વધુ અમિગત બળતણના ઉપયોગથી $CO_2$ નું પ્રમાણ વધે છે. જે વાતાવરણના સમતોલનમાં ખલેલ પહોંચાડે છે. હવામાં $CO_2$ નું વધતું જતું પ્રમાણ ગ્લોબલ વૉર્મિંગ માટે જવાબદાર છે.

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.