ખાલી જગ્યા પૂરો :
$(1)$ જે પદાર્થ પ્રદૂષણ ફેલાવે છે તેને .......... કહે છે.
$(2)$ $DDT$ નું પૂરું નામ ............. છે.
$(3)$ દરિયાની સપાટીથી $10\, km$ થી $50\, km$ વચ્ચે આવેલા આવરણને ......... કહે છે.
$(4)$ સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણોને પૃથ્વી સુધી આવતા ....... રોકે છે.
પ્રદૂષક
ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઈથેન
સમતપ આવરણ
ઓઝોન
લીલી વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન આપે છે છતાં પણ કાર્બન ડાયોક્સાઇડને ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર ગણવામાં આવે છે. - શાથી ?
ઓક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તા ધૂમ-ધુમ્મસના નામ આપો.
નીચેના માટે તમે હરિયાળું વિજ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરશો ?
$(a)$ પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસ ઘટાડવા
$(b)$ ડ્રાયક્લિનિંગમાં હાઇડ્રોજનયુક્ત દ્રાવકનો અને ક્લોરિનયુક્ત બ્લીચિંગનો ઉપયોગ ટાળવા.
$(c)$ સાંશ્લેષિત ડિટરજન્ટનો ઉપયોગ ઓછો કરવો.
$(d)$ પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઓછો કરવા.
થોડા સમય પહેલાં એન્ટાર્કટિકાની ઉપર ધ્રુવીય સ્ટ્રેટોસ્ફિયરિક વાદળો બનવાનું નોંધવામાં આવ્યું હતું. તે કેવી રીતે બન્યા હશે અને સૂર્યપ્રકાશની હાજરીમાં ગરમીને કારણે કેટલાક વાદળો તૂટે તો શું થાય ?
રજકણ સ્વરૂપના પ્રદૂષકોના ઉદાહરણ આપો.